Junagadh : સિગારેટ પીતા-પીતા ફિલ્મી સ્ટાઇલમાં સગીરને માર મારતા કુલ 7 સામે નોંધાયા ગુના, Video
પોલીસે 5 સગીર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે, અન્ય બે યુવાન સામે મારપીટ અને ધાક-ધમકીનો ગુનો નોંધાયો છે.
Advertisement
- Junagadh માં સગીરને માર મારતા વીડિયોનો મામલો
- 5 જેટલા નબીરાઓએ એક સગીરને માર્યો હતો ઢોર માર
- પાંચ સગીર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
- અન્ય બે યુવાનો સામે મારપીટ અને ધાક ધમકીનો ગુનો
- વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ ટોળી બનાવી હોવાનું જાણવા મળ્યું
Junagadh : જુનાગઢ જિલ્લામાં નવરાત્રિના તહેવાર (Navratri Festival 2025) દરમિયાન મારામારી ઘટના બની હતી. રઘુવંશી સમાજનાં ગરબા કાર્યક્રમમાં થયેલી બબાલમાં 5 સગીર અને બે પુખ્ત વયનાં યુવાનોએ એક સગીરને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. આ મામલે પોલીસે 5 સગીર સામે જુવેનાઈલ એક્ટ (Juvenile Act) હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે, અન્ય બે યુવાન સામે મારપીટ અને ધાક-ધમકીનો ગુનો નોંધાયો છે. પોલીસે હાલ તમામને રાઉન્ડ અપ કરી કાર્યવાહી હાથ ધરી છે. વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ ટોળી બનાવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

