Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Crocodile Rescue: દામોદર કુંડ નજીક મગર ચડી આવ્યો, વનકર્મીઓ દ્વારા મગરનું સફળ રેસ્ક્યુ કરાયું, જુઓ VIDEO

Junagadh Crocodile Rescue:  જૂનાગઢના પ્રસિદ્ધ દામોદર કુંડ વિસ્તારમાંથી આજે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં અચાનક એક મહાકાય મગર માનવ વસ્તી અને શ્રદ્ધાળુઓની અવરજવર વાળા વિસ્તારમાં ચડી આવ્યો હતો.
Advertisement

Junagadh Crocodile Rescue:  જૂનાગઢના પ્રસિદ્ધ દામોદર કુંડ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં અચાનક એક મહાકાય મગર માનવ વસ્તી અને શ્રદ્ધાળુઓની અવરજવર વાળા વિસ્તારમાં ચડી આવ્યો હતો. દામોદર કુંડ પાસે મગર જોવા મળતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેના પગલે તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ અંદાજે 5 થી 6 ફૂટ લાંબા આ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે, પરંતુ વનકર્મીઓએ સમયસૂચકતા વાપરી મગરને પકડી લેતા મોટો ખતરો ટળી ગયો હતો. રેસ્ક્યુ કર્યા બાદ આ મગરને સુરક્ષિત રીતે જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં છોડી દેવામાં આવ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×