Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Junagadh Delta Tuition Classes: હોમવર્ક ન કર્યું તો 300 ઉઠબેઠ કરાવી! ધોરણ 12 નો વિદ્યાર્થી ICU માં દાખલ

Student Punishment Case: જૂનાગઢના જાણીતા ડેલ્ટા ટ્યુશન ક્લાસિસમાં હોમવર્ક અધૂરું હોવાના કારણે ધોરણ 12 ના વિદ્યાર્થીને શિક્ષિકાએ 250 થી 300 ઉઠબેઠ કરવાની આકરી સજા ફટકારી હતી. આ અમાનવીય સજાના લીધે વિદ્યાર્થીની તબિયત અત્યંત નાજુક બનતાં તેને આઈસીયુમાં દાખલ કરાયો છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં સંચાલકોએ માફી માંગી છે.
junagadh delta tuition classes  હોમવર્ક ન કર્યું તો 300 ઉઠબેઠ કરાવી  ધોરણ 12 નો વિદ્યાર્થી icu માં દાખલ
Advertisement
Junagadh Delta Tuition Classes: રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં વિદ્યાર્થીઓ પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જૂનાગઢ શહેરમાં આવેલા જાણીતા ડેલ્ટા ટ્યુશન ક્લાસિસ (Delta Tuition Classes) માંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. ધોરણ 12 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીનું હોમવર્ક અધૂરું રહી જતાં ક્લાસિસની મહિલા શિક્ષિકાએ તેને 250 થી 300 જેટલી ઉઠબેઠ કરવાની અમાનવીય સજા ફટકારી હતી. આ આકરી શારીરિક સજાના કારણે વિદ્યાર્થીની તબિયત લથડી જતાં તેને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં ખસેડવાની ફરજ પડી છે.

હોમવર્ક અધૂરું હોવાથી 250 થી 300 ઉઠબેઠની તાલિબાની સજા

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થી ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને નિયમિતપણે ડેલ્ટા ટ્યુશન ક્લાસિસમાં જતો હતો. ગત રોજ ક્લાસિસમાં આપવામાં આવેલું હોમવર્ક (Homework) અમુક કારણોસર વિદ્યાર્થી પૂર્ણ કરી શક્યો નહોતો. આ સામાન્ય બાબત પર ઉશ્કેરાઈ ગયેલી મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીને કોઈપણ દયાભાવ રાખ્યા વગર સતત 250 થી 300 જેટલી ઉઠકબેઠક  કરવાની આકરી સજા આપી હતી. આટલી મોટી સંખ્યામાં ઉઠબેઠ કરાવવાના કારણે વિદ્યાર્થીના સ્નાયુઓ અને કિડની પર ગંભીર અસર થઈ હતી અને તે અસહ્ય પીડા સાથે ઢળી પડ્યો હતો.

તબિયત અત્યંત નાજુક બનતાં ICU માં ખસેડાયો

ઘરે પહોંચ્યા બાદ વિદ્યાર્થીની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેના પગ જકડાઈ ગયા હતા અને શરીરનું તાપમાન તેમજ બ્લડ પ્રેશર અસામાન્ય થઈ જતાં પરિવારજનો તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તબીબોએ બાળકની સ્થિતિ નાજુક જણાતાં તેને તુરંત ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુમાં શિફ્ટ કર્યો હતો. તબીબો દ્વારા વિદ્યાર્થીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

પરિવારે હોસ્પિટલમાં સંચાલકોને ઘેર્યા, શિક્ષિકાની કબૂલાતનો વીડિયો વાયરલ

આ કરુણ ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના મોટા ભાઈ અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચેલા ડેલ્ટા ટ્યુશન ક્લાસિસના સંચાલકો અને શિક્ષિકા પર તૂટી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે ઘેરાવ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો એક ચોંકાવનારો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં મહિલા શિક્ષિકા પોતાની ગંભીર ભૂલ સ્વીકારતી નજરે પડે છે અને કહી રહી છે કે તેનાથી વધારે પડતી સજા થઈ ગઈ છે. પરિસ્થિતિ વણસતી જોઈ ક્લાસિસના મુખ્ય સંચાલકોએ પણ હાથ જોડીને પરિવાર સમક્ષ માફી માંગી હતી.

પોલીસ અને શિક્ષણ વિભાગ એક્શન મોડમાં

વિદ્યાર્થીના પરિવારે આવા બેજવાબદાર અને ક્રૂર શિક્ષકો સામે ફોજદારી ગુનો નોંધી ડેલ્ટા ક્લાસિસ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસે હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થી અને પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ આ ગંભીર મામલે સંજ્ઞાન લઈ ક્લાસિસ સામે નિયમાનુસાર તપાસ સમિતિ રચવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.

×