Junagadh: વિસાવદરમાં ખેડૂતોનો હોબાળો, મગફળી કેન્દ્રમાં દાદાગીરી કરી પૈસા લેતા AAP નેતા વિરુદ્ધ ફરિયાદ
Junagadh: જૂનાગઢ વિસાવદરમા આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી સામે આવી છે જેમાં તેમના પર ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી પાસ કરાવવાના મુદે પૈસા લેવાનો આક્ષેપ લાગ્યો છે. બે દીવસ પહેલાં પણ આપના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ માંડાવડ મગફળી કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે હાજર રહેલ ખેડુતોએ જાહેરમા આપના કાર્યકરો ખોટી રીતે અહી મગફળી કેન્દ્રમા દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
Advertisement
- જૂનાગઢ (Junagadh) વિસાવદરમાં આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી
- જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા, ભદ્રેશ અને રવી ડોબરીયા સામે ફરિયાદ
- ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી પાસ કરાવવાના મુદ્દે પૈસા લેવાનો આક્ષેપ
- માંડાવડ મગફળી કેન્દ્રમાં દાદાગીરી કર્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ
- ખોટી રીતે પૈસા ઉઘરાવ્યાનો આક્ષેપ કરી શ્રમીક સાથે કરી મારામારી
- એટ્રોસીટી, ગેરકાયદેસર મંડળી રચવી અને મારામારી સહિતની નોંધાઈ ફરિયાદ
Junagadh: જૂનાગઢ વિસાવદરમા આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી સામે આવી છે જેમાં તેમના પર ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી પાસ કરાવવાના મુદે પૈસા લેવાનો આક્ષેપ લાગ્યો છે. બે દીવસ પહેલાં પણ આપના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ માંડાવડ મગફળી કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે હાજર રહેલ ખેડુતોએ જાહેરમા આપના કાર્યકરો ખોટી રીતે અહી મગફળી કેન્દ્રમા દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને તમામ ખેડૂતોએ એક જાહેર નિવેદન પણ બહાર પાડયું હતુ. આ મામલે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા,ભદ્રેશ,તેમજ રવી ડોબરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

