Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: આ ખેડૂત છેલ્લા 15 વર્ષથી માત્ર 1 વિઘામાં કરી રહ્યા પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી!, જાણો

Junagadh ના વાડલા ગામના ખેડૂત અશોકભાઈ છેલ્લા 15 વર્ષથી એક વિઘામાં પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાગ, શ્યામ તુલસી, રાગી અને અળસી જેવા પાકો દ્વારા તેઓ ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવે છે. જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધારી, ઓછા ખર્ચે વધુ નફો મેળવીને તેઓ અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી રહ્યા છે.
junagadh  આ ખેડૂત છેલ્લા 15 વર્ષથી માત્ર 1 વિઘામાં કરી રહ્યા પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી   જાણો
Advertisement
  • Junagadh ના ખેડૂત અશોકભાઈ છેલ્લા 15 વર્ષથી કરે છે સફળ પ્રાકૃતિક ખેતી
  • એક વિઘામાં ફળ, શાકભાજી અને સાગનું અદભૂત 'પ્રાકૃતિક જંગલ' મોડેલ
  • રાગી, અળસી અને શ્યામ તુલસી જેવા પૌષ્ટિક અને ઔષધીય પાકોનું ઉત્પાદન
  • મોંઘા ખાતરને બદલે જાતે બનાવેલ જીવામૃતથી જમીનની ફળદ્રુપતામાં વધારો
  • ખેતી ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તાયુક્ત પાકને કારણે બજારમાં ઊંચા ભાવ

Junagadh: ગુજરાતમાં હાલ ખેતી ક્ષેત્રે મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોના કારણે વધતા જતા ખર્ચ અને જમીનની ઘટતી જતી ફળદ્રુપતા વચ્ચે હવે પ્રાકૃતિક ખેતી (Natural farming) ખેડૂતો માટે આશાનું કિરણ બની છે. જૂનાગઢ જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના વાડલા ગામ (Vadala village)ના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ભાલોડીયા (Ashokbhai Bhalodia) એ આ દિશામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 15 વર્ષથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી તેઓ શુદ્ધ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.

માત્ર એક વિઘા જમીનમાં અદભૂત 'પ્રાકૃતિક જંગલ'

Advertisement

અશોકભાઈએ પોતાના ખેતરમાં માત્ર એક વિઘા જમીનમાં અદભૂત 'પ્રાકૃતિક જંગલ' વિકસાવ્યું છે. તેમની ખેતીની વિશેષતા તેનું 'પંચસ્તરીય વાવેતર' છે. આ મોડેલ હેઠળ તેઓ એક જ જમીન પર અલગ-અલગ ઊંચાઈ ધરાવતા પાકો લે છે, જેમાં ફળાઉ વૃક્ષોથી લઈને શાકભાજી અને ઔષધિઓનો સમાવેશ થાય છે. આ પદ્ધતિને કારણે જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે અને એકસાથે અનેક પ્રકારની આવક મેળવી શકાય છે.

Advertisement

Junagadh: અનેક જાતનો વૃક્ષો અને ઔષધીઓનું વાવેતર

તેમના આ મિની જંગલમાં કિંમતી સાગના વૃક્ષો, અલભ્ય એવી શ્યામ તુલસી, અને અનેક પ્રકારના ફળો લહેરાઈ રહ્યા છે. આરોગ્યપ્રદ ખેતી પર ભાર મૂકતા અશોકભાઈએ મિલેટ્સ (ધાન્ય)માં રાગીનું મોટા પાયે વાવેતર કર્યું છે, જેની બજારમાં ભારે માંગ છે. આ ઉપરાંત, મુખવાસ અને ઔષધિ તરીકે વપરાતી અળસીનું વાવેતર કરીને તેઓ ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.

'બહારથી કોઈ મોંઘા ખાતર ખરીદતા નથી'

ખેતીના ખર્ચ વિશે વાત કરતા અશોકભાઈ જણાવે છે કે, તેઓ બહારથી કોઈ મોંઘા ખાતર ખરીદતા નથી. તેઓ જાતે જ 'જીવામૃત' તૈયાર કરે છે અને તેનો ઉપયોગ પાકમાં કરે છે. આનાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે અને જમીન પોચી અને ફળદ્રુપ બને છે. રસાયણમુક્ત શાકભાજી અને ફળો હોવાને કારણે ગ્રાહકો સામેથી તેમના ખેતરે આવીને ઊંચા ભાવે ખરીદી કરે છે. ખેતીમાં વધતા જતા કેન્સર જેવા રોગોના જોખમ સામે અશોકભાઈની આ 'ઝેરમુક્ત ખેતી' આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

આ પણ વાંચોઃ Vadodara: વાઘોડિયા GIDC માં કંપનીમાં બનેલી દુર્ઘટના બાદ ધરણા, જાણો પરિવારે શું કરી માંગ?

Advertisement

.

×