Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : નરાધમ પિતાએ 1 મહિના સુધી દીકરીને પીંખી, હવે થયા આવા હાલ

છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી નરાધમ પિતા દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.
junagadh   નરાધમ પિતાએ 1 મહિના સુધી દીકરીને પીંખી  હવે થયા આવા હાલ
Advertisement
  1. Junagadh માં પિતા-પુત્રીની ગરિમાને લજવતો કિસ્સો
  2. ભેસાણમાં પિતાએ જ પોતાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું
  3. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દુષ્કર્મ કરતો હતો
  4. પિતા વિરુદ્ધ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવી, થઈ ધરપકડ

જુનાગઢમાં (Junagadh) લોહીનાં સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ભેસાણમાં પિતાએ જ પોતાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી નરાધમ પિતા દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. પિતા વિરુદ્ધ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા ભેસાણ પોલીસે (Bhesan Police) પોક્સો સહિતની કલમ લગાવી દુષ્કર્મી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા

Advertisement

Advertisement

સામતપરા ગામે લોહીનાં સંબંધો પર કલંક લગાવતી ઘટના

જુનાગઢ જિલ્લાનાં (Junagadh) ભેસાણ તાલુકાનાં સામતપરા ગામે લોહીનાં સંબંધો પર કલંક લગાવતી ઘટના બની છે. અહીં, પિતા દ્વારા પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી નરાધમ પિતા દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જ્યારે, દીકરીએ માતાને પિતાની કાળી કરતૂત અંગે જણાવ્યું તો જાણે માતાનાં પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. માતાએ પોતાનાં પતિ અને પીડિતાનાં પિતા વિરુદ્ધ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - Narendra Modi Stadium : પોલીસ કૃપાથી મફતમાં IPLની મેચ જુઓ, જીવના જોખમે ઘૂસણખોરી

આરોપી પિતા સામે પોકસો સહિતની કલમ હેઠળ નોંધાયો ગુનો

આ મામલે ભેસાણ પોલીસે (Bhesan Police) નરાધમ પિતા ડાયાભાઇ ગરસડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પિતા સામે પોકસો સહિતની કલમ લગાવાઈ ગુનો નોંધ્યો છે. આ અંગે ભેસાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મી પિતાને કડકમાં કડક સજા થાય (Father Harassed his Daughter) અને પીડિતાને ન્યાય મળે તેવી ગ્રામજનોમાં માગ ઊઠી છે.

આ પણ વાંચો - Mehsana : ઉચરપી પાસે વિમાન દુર્ઘટના, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત, ઘટના પાછળ અનેક સવાલ

Tags :
Advertisement

.

×