Junagadh: ATM મા રૂપિયા જમા કરાવવા આવતા લોકો સાથે છેતરપિંડી
- Junagadh: રોકડ રૂપિયા લઈ ટ્રાન્ઝેક્શનનો મેસેજ બતાવી છેતરપિંડી
- પોલીસે રૂદ્રની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા
- અંદાજીત રૂપિયા 70 હજારથી વધુ રકમની છેતરપિંડી કરી
Junagadh: જૂનાગઢમાં ATM મા રૂપિયા જમા કરાવવા આવતા લોકો પાસેથી રોકડ રૂપિયા લઈ ટ્રાન્ઝેક્શનનો મેસેજ બતાવી છેતરપિંડી કરનાર યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં પોતાના મોજશોખ ખાતર અમદાવાદ, સુરત, રાજકોટ તથા જૂનાગઢ જેવા શહેરોમાં અંદાજીત બાર જેટલા લોકોને છેતરી અંદાજીત રૂપિયા 70 હજારથી વધુ રકમની છેતરપિંડી કર્યાની આરોપી રૂદ્ર અશોકભાઈ સાવજે કબુલાત કરી છે.
રૂપિયા જમા થઈ ગયાનો મેસેજ બતાવી છેતરપિંડી કરતો
મૂળ અમરેલી જિલ્લાનો અને હાલ સુરત હીરાઘસવાનું કામ કરનાર રૂદ્ર અશોકભાઈ સાવજ અલગ અલગ શહેરોમાં ATM પાસે ઉભો રહેતો અને રૂપિયા જમા કરાવવા આવતા લોકોને વિશ્વાસમા લઇ અને કહેતો ATM મા પ્રોબ્લેમ છે તમે મને તમારા રૂપિયા આપો હું તમને તમારા ખાતામા ઓનલાઇન જમા કરાવી દઈશ. આમ લોકો તેના વાતમાં આવી વિશ્વાસ કરતા અને રૂપિયા આપી દેતા હતા. ત્યારે રૂદ્ર તેને ફોન પે જેવી ફેક એપ્લિકેશન બતાવી તમારા રૂપિયા જમા થઈ ગયાનો મેસેજ બતાવી છેતરપિંડી કરતો હતો.
Junagadh: પોલીસે રૂદ્રની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા
જૂનાગઢમા પણ બે લોકો સાથે આવી છેતરપિંડી કરતા ફરિયાદીને ખ્યાલ આવતા સી. ડીવીઝન પોલીસમા અજાણ્યા યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સી. ડીવીઝન પોલીસે ટેકનીકલ હ્યુમન સોર્સની મદદથી રૂદ્ર સાવજને જૂનાગઢથી ઉઠાવી લીધો હતો. તેની પૂછપરછ કરતા ચાર જેટલા શહેરોમાં બાર જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરીછે.
70 હજારથી વધુ રકમની ઠગાઈ કરી હોવાની કબુલાત
ઉલ્લેખનીય છે કે 70 હજારથી વધુ રકમની ઠગાઈ કરી હોવાની કબુલાત આપી હતી. તથા પોલીસ મથકે તેની વધુ પુછપરછ કરતા તે કઈ રીતે લોકોને છેતરતો તેનુ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેણે કરી બતાવ્યું હતુ. તેમજ પોલીસે રૂદ્રની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot Civil Hospital: હોસ્પિટલના TB વોર્ડમાં આગની ઘટનામાં દર્દીનો જીવ ગયો