Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : વધુ લોકો એકઠા થતા સિંહનો ગયો પિત્તો ગયો, શિકાર મૂકી બાળકી પાછળ લગાવી દોટ

Junagadh ના ગીર બોર્ડરના રતાંગ ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સિંહ શિકાર કરી રહ્યો છે અને આસપાસના લોકો વીડિયો બનાવી રહ્યાં છે અને વધુ લોકો ભેગા થતા સિંહ સ્થળ છોડીને ભાગી ગયો હતો.
junagadh   વધુ લોકો એકઠા થતા સિંહનો ગયો પિત્તો ગયો  શિકાર મૂકી બાળકી પાછળ લગાવી દોટ
Advertisement
  • Junagadh માં સિંહ શિકાર છોડી બાળકી પાછળ ભાગ્યો
  • ગીર બોર્ડરના ગામનો વીડિયો થયો વાયરલ
  • ગીર બોર્ડરના રતાંગ ગામે સિંહે કર્યો હતો શિકાર
  • સાંજના સમયે શિકાર કર્યો હોવાની માહિતી
  • ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ

Junagadh : સૌરાષ્ટ્ર પંથક એ સિંહ (lion) નું ઘર ગણાય છે અને અવાર-નવાર ગ્રામજનોને સિંહ રસ્તામાં તેમજ ઘર આંગણે જોવા મળતો હોય છે, ત્યારે જૂનાગઢના ગીર (gir) ના ગામડાઓમાં (village) સિંહનો વધુ વસવાટ છે, એક વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થઈ રહ્યો છે જેમાં સિંહ શિકારની મીજબાની માણી રહ્યો હોય છે અને લોકો વધુ ભેગા થતા તે શિકાર મૂકીને ભાગ્યો હતો.

સિંહ ભાગતા લોકો પણ ગભરાયા

Junagadh ના ગીરના ગામડાનો વીડિયો વાયરલ થયો છે જેમાં ગામના લોકોની પરવા કર્યા વિના સિંહ માણી રહ્યો હતો શિકારની મીજબાની અને ગામના રહેવાસીઓ મીજબાનીનો વીડિયો મોબાઇલમાં કેદ કરી રહ્યા હતા અને વધુ લોકો એકઠા થઈ જતા સિંહનો મીજાજ બગડયો અને તે શિકાર છોડીને નાની બાળકી પાછળ દોડયો હતો, બાળકી પોતાનો બચાવ કરવા માટે દોડીને ગામની એક ગલીમાં જતી રહી હતી અને મારણ પર બેઠેલા સિંહને ખલેલ પહોંચતા બાળકી પાછળ દોટ મૂકી હોવાનું અનુમાન ગ્રામજનોનું છે.

Advertisement

junagadh gujarat first

Advertisement

Junagadh ના ગીરના ગામડાનો વીડિયો 

તો સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક સાથે વધુ લોકો ભેગા થતા સિંહને પણ શિકારની મીજબાની માણવામાં તકલીફ પડી હોય તેવું માની શકાય, જે રીતનો વીડિયો છે અને તેને જોઈને લાગી રહ્યું છે કે, કોઈએ સિંહને છંછેડયો નથી પણ એક જગ્યાએ એક કરતા વધારે લોકો ભેગા થતા સિંહ અકળાયો હતો અને દોડ મૂકી હતી, આમ તો ઘણા સીસીટીવી એવા પણ સામે આવ્યા છે કે જેમાં જોવા મળ્યું છે કે, ગામની શેરીમાં સિંહ મોડી રાત્રે પ્રવેશ કરતો હોય છે અને મારણ કરતો હોય છે, ગીરના જંગલોમાં પણ સિંહનો સૌથી વધુ વસવાટ છે.

આ પણ વાંચો : Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×