Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh news: ઘરમાં વૃદ્ધા એકલા હતા ને હત્યારાઓએ ખેલ્યો મોતનો ખેલ, કોણ છે હત્યારા?

Junagadh news: જૂનાગઢ (Junagadh) શહેરના ગિરીરાજ નગર વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ગઈકાલે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સોસાયટીના એક મકાનમાં 65 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રમેશભાઈ રાયજાની અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા (Murder) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
junagadh news  ઘરમાં વૃદ્ધા એકલા હતા ને હત્યારાઓએ ખેલ્યો મોતનો ખેલ  કોણ છે હત્યારા
Advertisement
  • Junagadh  ના પોશ વિસ્તારમાં વૃદ્ધાની કરપીણ હત્યા
  • ગિરીરાજ નગરની ચિત્રકૂટ સોસાયટીમાં બની ઘટના
  • 65 વર્ષીય સુનીતાબેન રાયજા નામના વૃદ્ધાની હત્યા
  • ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાયા
  • ઉપરના રૂમમાં વૃદ્ધા એકલા હતા ત્યારે થઈ હત્યા

Junagadh news: જૂનાગઢ (Junagadh) શહેરના ગિરીરાજ નગર વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ગઈકાલે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સોસાયટીના એક મકાનમાં 65 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રમેશભાઈ રાયજાની અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા (Murder) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે સુનીતાબેન ઘરના ઉપરના માળે એકલા હતા, ત્યારે હત્યારાઓએ તેમના પર હુમલો કર્યો હતો.

Junagadh Murder news- Gujarat first

Advertisement

Junagadh ના પોશ વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધાની હત્યા

હત્યારાઓએ વૃદ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના (Sharp Weapon) જીવલેણ ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘરની લાદી પર લોહીના ડાઘા અને આસપાસની સ્થિતિ જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યા કર્યા બાદ હત્યારાઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા (Absconded) હતા. ઘટનાની જાણ થતા જ સોસાયટીના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

Junagadh Murder news- Gujarat first

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસે મૃતક દીકરાની ફરિયાદ (Complaint) નોંધવાની તજવીજ હાથ ધરી છે. બી-ડિવિઝન પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓ અને ટેકનિકલ સોર્સ (Technical Source) એટલે કે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:  Global Energy Crisis: PM Modi ની ઊર્જા સંયમની અપીલ વૈશ્વિક પ્રવાહો સાથે સુસંગત, 40 દેશોએ લાગુ કર્યા કડક બચત નિયમો

Advertisement

.

×