Junagadh : મહેશગીરી બાપુના આરોપો બાદ ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
- મહેશગીરી બાપુના આરોપ પર ગિરીશ કોટેચાનો જવાબ (Junagadh)
- "મહેશગીરીને સાધુ તરીકે જ કાઢી મુકાયા છે"
- મહેશગીરીએ પહેલાથી જ વિવાદીત માણસ છે : ગિરીશ કોટેચા
- મહેશગીરી વિકૃત માણસ છે : ગિરીશ કોટેચા
જુનાગઢમાં (Junagadh) અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) અને પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આ મામલે ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો - Junagadh : Video બતાવી લગાવ્યા ગંભીર આરોપ, જૂના અખાડા, મમતા કુલકર્ણી અંગે કહી આ વાત
મહેશગીરીએ પહેલાથી જ વિવાદિત માણસ છે : ગિરીશ કોટેચા
મહંત મહેશગીરી બાપુનાં આરોપો પર જવાબ આપતા ગિરીશ કોટેચાએ (Girish Kotecha) કહ્યું કે, મહેશગીરીએ પહેલાથી જ વિવાદિત માણસ છે અને મહેશગીરીને સાધુ તરીકે જ કાઢી મુકાયા છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે, મહેશગીરી બાપુ વિકૃત માણસ છે. આ સાથે તેમણે આરોપ લગાવતા કહ્યું કે, તનસુખગીરી બાપુ હોસ્પિટલનાં ICU માં હતા તો પણ સહી-સિક્કા કરાવ્યાં હતાં. મહેશગીરી મંદિરો પર કબજો કરે છે. મહેશગીરી સામે પુરતા પુરાવા પણ છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે, મહેશગીરીને સાધુ તરીકે ગણવાનો નથી તેવો સાધુઓનો નિર્ણય છે. મહામંડલેશ્વરોએ જ ઠરાવ કર્યા છે.
આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી
ગિરીયો અને હરિયો બંને ભ્રષ્ટાચારી છે : મહેશગીરી બાપુ
જણાવી દઈએ કે, અ પહેલા મહેશગીરી બાપુએ જુનાગઢનાં પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ સાથે કહ્યું કે, 'ગિરીશ કોટેચા (Girish Kotecha) અને તેમનો આખો પરિવાર ટિકિટની માંગણી કરવા નીકળ્યો છે. ગિરીયો અને હરિયો બંને ભ્રષ્ટાચારી છે. હું ભાજપને (BJP) પણ કહીશ કે લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપો. આવા ભ્રષ્ટાચારીઓનાં કારણે જુનાગઢ (Junagadh) બદનામ થઈ રહ્યું છે. લોહાણા જ્ઞાતિનાં અનેક સજ્જનો ટિકિટની માંગણી પણ કરી રહ્યા છે.'
આ પણ વાંચો - અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો, સચેત રહેવા તંત્રની અપીલ