Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Girnar Ambaji Temple માં દારૂ-નોનવેજની મિજબાનીના મામલે ઘટસ્ફોટ, પૂજારી સહિત 5 સામે ગુનો નોંધવા આદેશ!

આસ્થાના શિખર સમાન ગિરનારના પવિત્ર ધામમાં મર્યાદા અને પવિત્રતાના ધજાગરા ઉડ્યા હોવાની આઘાતજનક વિગતો સામે આવી છે. સત્તાવાર તપાસમાં જે તથ્યો બહાર આવ્યા છે તેણે ભક્તોની સંવેદનાને ઊંડી ઠેસ પહોંચાડી છે. મંદિરના ગર્ભગૃહની નજીક જ રજાયેલી આ અનૈતિક મિજબાની અને આર્થિક ઉચાપત પાછળ કોણ જવાબદાર છે અને કેવી રીતે આ પાપ આચરવામાં આવ્યું તે જાણવા જેવું છે.
girnar ambaji temple માં દારૂ નોનવેજની મિજબાનીના મામલે ઘટસ્ફોટ  પૂજારી સહિત 5 સામે ગુનો નોંધવા આદેશ
Advertisement
  • જૂનાગઢ અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજ પાર્ટીનો ઘટસ્ફોટ!
  • પવિત્ર ગિરનાર પર શ્રદ્ધા ખરડાઈ, કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ
  • સીડી વાટે દારૂ અને માંસાહાર ઉપર લઈ જઈ પાર્ટી કર્યાનો ખુલાસો
  • પૂજારી સહિત 5 સામે આર્થિક ઉચાપત અને બેદરકારીનો નોંધાશે ગુનો
  • 22 ઓક્ટોબરે યોજાયેલી મિજબાનીમાં સગીરો પણ સામેલ હોવાનું ખૂલ્યું

Girnar Ambaji Temple : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરમાં (Ambaji Temple) પવિત્રતા ખરડાઈ હોવાની ઘટના સામે આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. પર્વતની ટોચ પર આવેલા આ મંદિરમાં પ્રતિબંધિત ગણાતા દારૂ અને નોનવેજની પાર્ટી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સમગ્ર મામલે જૂનાગઢ કલેક્ટરે (Junagadh Collector) સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

Girnar Ambaji Temple : કેવી રીતે રજાયો પાપનો ખેલ?

તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, આ શરમજનક ઘટના ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બની હતી. પવિત્ર મંદિર પરિસરમાં દારૂ (Liquor) અને માંસાહારની મિજબાની કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બધી વસ્તુઓ સીડી મારફતે છુપાવીને મંદિર સુધી પહોંચાડવામાં આવી હતી. આ પાર્ટીમાં (Party) બે સગીર વયના કિશોરો અને અન્ય પુખ્ત લોકો સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ગિરનાર જેવા પવિત્ર સ્થળે જ્યાં લોકો મોક્ષની કામના માટે આવે છે, ત્યાં આવી અસામાજિક પ્રવૃત્તિ થવી એ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કરે છે.

Advertisement

Advertisement

નાણાકીય ગેરરીતિ અને ઉચાપત

આ કેસમાં માત્ર પવિત્રતાના ભંગનો જ મુદ્દો નથી, પરંતુ આર્થિક ઉચાપતનો મામલો પણ સામે આવ્યો છે. મંદિરના ભંડોળમાંથી અંગત મોજશોખ માટે પૈસા વાપરવામાં આવ્યા હોવાનો ગંભીર ખુલાસો થયો છે. નાણાકીય બેદરકારી (Financial Mismanagement) અને મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ કલેક્ટરે મંદિરના પૂજારી (Priest) સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. કલેક્ટરે પોલીસ તંત્રને બે અલગ-અલગ પોલીસ ફરિયાદ (Police Complaint) દાખલ કરવા સૂચના આપી છે, જેમાં દારૂબંધીના ભંગ અને આર્થિક ગેરરીતિના પાસાઓનો સમાવેશ થાય છે.

તંત્રનો કડક સંદેશ

જૂનાગઢ કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈપણ ધાર્મિક સ્થળની ગરિમા સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં. ગિરનાર અંબાજી મંદિર (Girnar Ambaji Temple) એ લાખો ભક્તોની સંવેદના સાથે જોડાયેલું સ્થળ છે. હાલમાં પૂજારી સહિતના જવાબદારો વિરુદ્ધ કાયદાકીય ગાળિયો કસવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ આકરા પગલાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Junagadh માં શ્રદ્ધા સાથે ખીલવાડ, અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસાહારની મહેફિલનો વાયરલ વીડિયો

Tags :
Advertisement

.

×