Junagadh: ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો
- Junagadh: દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે
- આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે
- લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો
Junagadh: ગિરનારની લીલી પરિક્રમા (lili parikrama) નો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી છે. જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તૈયારી
ગિરનારની લીલી પરિક્રમા (lili parikrama)માં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તૈયારી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે 36 કિમીનો રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે. જેને લઈને તંત્રએ અપીલ કરી છે કે, જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતાં જોખમી હાલતમાં જણાય છે, ત્યારે પરિક્રમાની ચાલી રહેલી તૈયારી વચ્ચે માવઠું વિધ્ન બન્યું છે. તેવામાં પરિક્રમા યોજાશે કે રદ થશે, આ મામલે જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
લીલી પરિક્રમા (lili parikrama) ને લઈ જિલ્લા કલેક્ટરની કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ
અગાઉ ગિરનાર લીલી પરિક્રમા (lili parikrama) ને લઈ જિલ્લા કલેક્ટરની કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો વરસાદ ન પડે તો તાબડતોબ રસ્તા રીપેરિંગની કામગીરી શરૂ કરીને પરિક્રમા માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો 2 નવેમ્બરથી પરિક્રમાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. અગાઉથી જ તંત્રે ભાવિકોને જૂનાગઢ ન આવવા અપીલ કરી છે, કારણ કે ગિરનારના જંગલમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. "ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે.
સત્તાવાર વેબસાઈટ અને સમાચાર માધ્યમો પર નજર રાખવાની સલાહ આપી
આ વખતે પરિક્રમા માટે અન્નક્ષેત્રોની વ્યવસ્થા પણ અલગ છે. દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે. ગત વર્ષે 95 અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આ વખતે માત્ર 65 અન્નક્ષેત્રોએ જ મંજૂરી માટે માંગણી કરી છે. વરસાદના કારણે પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્રોની સામગ્રી લઈ જવા વાહનો લઈ જવાનું પણ ટાળવાની વિનંતી કરવામાં આવી છે. વ્યવસ્થા સંભાળતા તંત્રે જણાવ્યું કે ગત વર્ષ જેવી વ્યાપક વ્યવસ્થા આ વખતે અંદર નહીં થઈ શકે, તેથી ભાવિકોને તાત્કાલિક અપડેટ માટે સત્તાવાર વેબસાઈટ અને સમાચાર માધ્યમો પર નજર રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: Statue of Unity: સરદાર પટેલના વંશજો PM Modi ની એકતા નગર મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહેશે