‘હર ઘર તિરંગા’ અભિયાનને ગણાવ્યું રાષ્ટ્રભક્તિનું મોટું અભિયાન
આ પ્રસંગે સંતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને રાષ્ટ્રભક્તિનું મોટું અભિયાન ગણાવ્યું હતું. સંતોએ જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકના ઘરમાં ત્રિરંગો લહેરાય અને લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે આવા અભિયાન મહત્વપૂર્ણ છે. સ્વાતંત્ર્ય પર્વ માત્ર ઉજવણીનો દિવસ નહીં, પરંતુ દેશ પ્રત્યેની ફરજ અને જવાબદારીને યાદ કરવાનો અવસર પણ છે.
દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ
રૂદ્રેશ્વર જાગીર આશ્રમના સંતોએ સમગ્ર ભારતવાસીઓ તેમજ ગુજરાતવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સંતોએ દેશની એકતા, અખંડિતતા અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને દેશ સતત પ્રગતિના પંથે આગળ વધે તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
સરહદ પર તૈનાત જવાનો માટે ભગવાન શિવને પ્રાર્થના
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન દેશની સરહદોની રક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. સરહદ પર દેશની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવતા નવજવાનો માટે ભગવાન શિવ પાસે દીર્ઘાયુ અને સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી. જવાનોના સાહસ અને સમર્પણને દેશની સુરક્ષા માટે અમૂલ્ય ગણાવી તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શહીદ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
દેશની રક્ષા કાજે શહીદી વહોરનારા વીર જવાનોને પણ આ પ્રસંગે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંતોએ જણાવ્યું હતું કે દેશ આજે જે સ્વતંત્રતા અને સુરક્ષાનો અનુભવ કરી રહ્યો છે, તેમાં શહીદ જવાનોનું બલિદાન અમૂલ્ય છે. તેમના શૌર્ય અને બલિદાનને હંમેશા યાદ રાખવું એ સમગ્ર દેશની જવાબદારી છે.
આ પણ વાંચોઃ Independence Day: નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન
આ પણ વાંચોઃ Jamnagar: ગેલેરીમાંથી રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો વેરવિખેર હાલત મળ્યો, જાળવણી મુદ્દે ઉઠ્યા સવાલો