junagadh: મામાએ સગીર ભાણી સાથે અવારનવાર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ
- જૂનાગઢના (junagadh) કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં મામાએ લજવ્યા સંબંધો
- સગા મામાએ જ સગીર ભાણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું
- કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઘેડ પંથકમાં ચકચાર
- સગીરાના ઘરે દુષ્કર્મી મામો રોકાવા આવ્યા ત્યારે દુષ્કર્મ આચર્યું
- સમજાવટ કરતા દુષ્કર્મ આચરનાર શૈલેષ ખીરસરાએ આવવાનું બંધ કર્યું
- અંતે સગીરાની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની અટક કરી
junagadh: જૂનાગઢના (junagadh) કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં મામા ભાણેજના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેશોદના ગ્રામ્ય વિસ્તારમા સગા મામાએ પોતાની સગીર ભાણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઘેડ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જૂનાગઢના (junagadh) કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં મામાએ લજવ્યા સંબંધો
મળતી માહિતી મુજબ કેશોદના ખીરસરા ગામેથી સગીરા ગત તારીખ 11/5/2025 ના ઘરેથી કહ્યા વગર જતી રહેતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થયાની જાણવા જોગ અરજી આપી હતી. આ મામલે કેશોદ પોલીસ દ્વારા તપાસ કરતાં સગીરા વલસાડના પલાસણા ખાતેથી મળી આવતાં જુનાગઢ કોર્ટમાં નિવેદન પોલીસ દ્વારા લેવડાવવામાં આવ્યું હતું કે , સગીરાની ઘરે દુષ્કર્મી મામો ઘરે રોકાવા આવતો ત્યારે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.
સગા મામાએ પોતાની સગીર ભાણેજ સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું
પારિવારિક બાબતે સગીરા બદનામ ન થાય તે માટે શૈલેષ સાથે સમજાવટ કરતા દુષ્કર્મ આચરનાર શૈલેષ ખીરસરા આવવાનું બંધ કર્યુ હતુ પરંતુ સગીરા ડરી ગયેલી હોય અવારનવાર રડવા લાગતી હોય અંતે સગીરાની માતાએ પોતાના ભાઈ શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠોડ રહેવાસી વલસાડ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કેશોદ પોલીસે સગીરાની માતાનું નિવેદન નોંધી સગીરાની મરજી વિરુદ્ધ બે ત્રણ વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની અટક કરી
ભારતીય ન્યાય સંહિતાની કલમ64 (2) પોકસો કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં સગીર ભાણેજ સાથે દુષ્કર્મ આચરનાર શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠોડ રહેવાસી વલસાડની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Junagadhના કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં મામાએ લજવ્યા સંબંધો
સગા મામાએ જ સગીર ભાણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું
કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઘેડ પંથકમાં ચકચાર
સગીરાના ઘરે દુષ્કર્મી મામો રોકાવા આવ્યો ત્યારે દુષ્કર્મ આચર્યું
સગીરા બદનામ ન થાય તે માટે કરાઈ હતી સમજાવટ… pic.twitter.com/CRtNCCXHzp— Gujarat First (@GujaratFirst) January 17, 2026
આ પણ વાંચો: Danta Prakrutik Kheti: ખેડૂતોની પ્રાકૃતિક ખેતીનો ચમત્કાર, Dr. Vivek Kumar Bhatt સાથે Studio On Wheels


