Junagadh : MD ડ્રગ્સનું વેચાણ કરવા જતો ઇસમ આ રીતે ઝડપાયો, મોટા ખુલાસા થવાની વકી
- Junagadh માં MD ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ
- SOG પોલીસે અગ્રાવત ચોક નજીકથી ડ્રગ્સ વેચવા જતાં આરોપીને ઝડપ્યો
- ખલિલપુર રોડ તરફ જઈ રહેલા ઇસમ પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
- કુલ 46 હજાર 600 રૂ. નું મેફેડ્રોન ડ્રગસ ઝડપાયું, પોલીસે તપાસ હાથ ધરી
જુનાગઢમાં (Junagadh) એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે બાતમીનાં આધારે અગ્રાવત ચોક નજીક વોચ ગોઠવીને એમડી ડ્રગ્સનું (MD Drugs) વેચાણ કરવા માટે જઈ રહેલા શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (બજાર કિંમત રૂ. 46 હજાર 600) નો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખલિલપુર રોડ તરફ જઈ રહેલા ઇસમ પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢમાં (Junagadh) SOG પોલીસને બાતમી મળી હતી કે તુષાર ટાટમિયા નામનો ઈસમ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને અગ્રાવત ચોક નજીકથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા ખલિલપુર રોડ તરફ જઈ રહેલા આરોપી તુષાર ટાટમિયાને દબોચી લીધો હતો. SOG પોલીસે આરોપી તુષાર પાસેથી 4.66 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હોવાની માહિતી છે, જેની બજાર કિંમત રૂ. 46 હજાર 600 હોવાનું જણાવાયું છે.
આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી
આરોપી તુષાર ટાટમિયા આ એમડી ડ્રગ્સનો જથ્થો કોને વેચવા જઈ રહ્યો હતો ? આરોપી તુષાર એમડી ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો ? સહિતનાં પ્રશ્નોનાં જવાબ મેળવવા પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. આરોપી તુષારની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે. નોંધનીય છે કે, આજે પોરબંદરનાં (Porbandar) દરિયામાંથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડ્યું અને 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે. IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ IMBL પર છોડીને દાણચોરો ભાગી છૂટ્યા છે. ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો છે.