Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Jail Mobile Seized : જૂનાગઢ જેલમાંથી 3 મોબાઈલ ઝડપાયા, કેદીએ જેલ સ્ટાફ સાથે કરી માથાકૂટ

Junagadh Jail Mobile Seized : ગુજરાતની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લા જેલમાં જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન બેરેક નંબર 1 માંથી ત્રણ મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
junagadh jail mobile seized   જૂનાગઢ જેલમાંથી 3  મોબાઈલ ઝડપાયા  કેદીએ જેલ સ્ટાફ સાથે કરી માથાકૂટ
Advertisement
  • જૂનાગઢ જેલમાં (Junagadh Jail) થી ત્રણ મોબાઇલ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી
  • બેરેક નં. 1માં સ્કવોર્ડના ચેકીંગ દરમિયાન મોબાઇલ મળી આવ્યો
  • કેદી નવાઝ ઈમરાનભાઈ મોગલના હાથમાં મોબાઇલ મળી આવ્યો
  • નવાઝ મોગલે જેલ કર્મીઓ સાથે માથાકુટ અને ઝપાજપી કરી
  • ટોટલ ત્રણ મોબાઇલ અને બે ચાર્જર મળી આવતા ધરપકડ થઇ
  • એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નવાઝ મોગલ સામે ફરિયાદ નોંધાઇ

Junagadh Jail Mobile Seized : ગુજરાતની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લા જેલમાં જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન બેરેક નંબર 1 માંથી ત્રણ મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં કાચા કામના કેદીએ જેલના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરતા મામલો વધુ બિચક્યો હતો.

જૂનાગઢ જેલ (Junagadh Jail) માંથી 3 મોબાઈલ ઝડપાયા

મળતી માહિતી મુજબ, જેલ જડતી સ્ક્વોડ જ્યારે બેરેક નંબર 1 માં રૂટિન ચેકિંગ કરી રહી હતી, ત્યારે કાચા કામના કેદી નવાઝ ઈમરાનભાઈ મોગલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તેના હાથમાંથી સીધો જ એક કી-પેડ વાળો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે બેરેકના ટોઈલેટ એરિયામાંથી અન્ય બે મોબાઈલ ફોન (એક સીમકાર્ડ વગરનો અને એક સીમકાર્ડ સાથે) તેમજ બેટરી અને બિનવારસી ચાર્જર મળી આવ્યા હતા.

Advertisement

junagadh-jail-prisoner-mobile-phones-seized-fir-Gujarat first

Advertisement

કેદીનું જેલ સ્ટાફ સાથે ઘર્ષણ

જ્યારે જેલ સ્ટાફ દ્વારા નવાઝ મોગલ પાસેથી મોબાઈલ જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી, ત્યારે તેણે સહકાર આપવાને બદલે જેલના કર્મચારીઓ સાથે માથાકૂટ શરૂ કરી હતી. આરોપી કેદીએ ફરજ પરના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી હતી. આ ઘટનાને પગલે જેલ પરિસરમાં થોડો સમય તણાવભર્યો માહોલ સર્જાયો હતો.

junagadh-jail-prisoner-mobile-phones-seized-fir-Gujarat first

પોલીસ ફરિયાદ અને તપાસ

આ સમગ્ર મામલે જૂનાગઢ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નવાઝ ઈમરાનભાઈ મોગલ વિરુદ્ધ જેલ મેન્યુઅલના ભંગ અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલની ઉચ્ચ સુરક્ષા વચ્ચે મોબાઈલ અને ચાર્જર જેવી વસ્તુઓ અંદર કેવી રીતે પહોંચી, તે દિશામાં પણ હવે ઉંડી તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Mehsana School Bus Accident : મહેસાણામાં કાળમુખા ડમ્પરે સ્કૂલ બસને ફંગોળી, 4 ભૂલકાંઓ લોહીલુહાણ!

Tags :
Advertisement

.

×