Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Jilla Panchayat ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત, જાણો કોના નામ પર લાગી મહોર

Junagadh Jilla Panchayat: જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાજપ (BJP) ના ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ને 7 બેઠકો મળી છે.
junagadh jilla panchayat ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત  જાણો કોના નામ પર લાગી મહોર
Advertisement
  • Junagadh Jilla Panchayat ના નવા હોદ્દેદારો જાહેર
  • જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત
  • લીનાબેન કાવાણી બન્યા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ
  • ઉપપ્રમુખ પદે જેઠાભાઈ ચુડાસમાની વરણી કરાઈ
  • સ્ટેન્ડિંગ ચેરમેન પદે રતિભાઈ લાડાણીની વરણી
  • શાસક પક્ષ નેતા તરીકે સોનલબેન મહેશભાઈ દિવરાણીયાની વરણી
  • દંડક તરીકે નિમુબેન રામસિંહભાઈ ચૌહાણની વરણી

Junagadh Jilla Panchayat: જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાજપ (BJP) ના ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ને 7 બેઠકો મળી છે.

Junagadh Jilla Panchayat-Gujarat first

Advertisement

Junagadh Jilla Panchayat ના નવા હોદ્દેદારો જાહેર

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી અરવિંદભાઈ રૈયાણી (Arvind Rayani) ની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પદાધિકારીઓના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો અને તમામ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવી નિમણૂકો મુજબ લીનાબેન વિપુલભાઈ કાવાણીની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

Advertisement

Junagadh Jilla Panchayat-Gujarat first

અન્ય પદાધિકારોની વરણી

આ ઉપરાંત જેઠાભાઈ ચુડાસમાને ઉપપ્રમુખ તરીકે, રતિભાઈ લાડાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, સોનલબેન મહેશભાઈ દિવરાણીયાને શાસક પક્ષના નેતા તરીકે અને નિમુબેન રામસિંહભાઈ ચૌહાણને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલે જિલ્લા પંચાયત ખાતે સત્તાવાર રીતે આ હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો:  Surat Police નું Operation Muskan સફળ, ઘર છોડી ભાગેલા 3 બાળકોને શોધી કાઢ્યા

Tags :
Advertisement

.

×