Junagadh: કેશોદમાં બે જૂથો એકબીજા પર ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યા, 5 લોકો લોહીલુહાણ
- Junagadh: કેશોદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું
- ઘાતક હથિયારો સાથે એકબીજા પર કર્યો હુમલો
- બે મહિલા સહિત 5 લોકો ઈજાગ્રસ્ત
Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) માં ગત મોડી રાત્રે બે જૂથો આમને સામને આવી જતાં પરિસ્થિતિ ગંભીર બની છે. આ હિંસક ઘટનામાં બે મહિલાઓ સહિત કુલ 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક ચર્ચા મુજબ આ અથડામણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો (Political Workers) વચ્ચે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર અને હોસ્પિટલમાં અફરાતફરી
મળતી જાણકારી અનુસાર શોદમાં આવેલા ત્રિલોકપરા વિસ્તારના વોર્ડ નંબર 4 માં ગત મોડી રાત્રે બે જૂથોએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે તેમાં 5 લોકો ગંભીર રીતે ઈજાઓનો ભોગ બન્યા હતા. તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલ (Government Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કેટલાક વ્યક્તિઓની હાલત વધુ ગંભીર (Critical Condition) જણાતા તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેથી પોલીસ માટે સ્થિતિ સંભાળવી પડકારજનક બની હતી. હાલમાં ઘાયલોની તબિયત પર તબીબો સતત દેખરેખ રાખી રહ્યા છે.
પોલીસ તપાસનો ધમધમાટ
આ હિંસક ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો (Police Force) ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order) ની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. જોકે, આ અથડામણ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે ચર્ચાઓ થઈ રહી છે કે ચૂંટણી અદાવત કે કોઈ અન્ય બાબતને લઈ આ મોટી બબાલ થઈ છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે થયેલા આ બનાવથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપથી ખળભળાટ, મંત્રી આવ્યા પીડિત પરિવારની વ્હાર


