કેશોદમાં વ્યાજખોરોનો આતંક: સરકારી કર્મચારીએ સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાધા
Government Employee Suicide Note: જૂનાગઢના કેશોદમાં વ્યાજખોર પ્રવિણ પરમારના ત્રાસથી કંટાળી સરકારી કર્મચારી હરસુખભાઈ મારૂએ સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 50 હજાર સામે 75 હજાર ચૂકવ્યા છતાં ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. હાલ આધેડ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
Keshod Suicide Attempt: જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ (Keshod) માં વ્યાજખોરોના ત્રાસની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક સરકારી કર્મચારી (Government Employee) એ ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડ વયના કર્મચારીનું નામ હરસુખભાઈ મારૂ (Harsukhbhai Maru) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે કેશોદ પંથકમાં વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

