Junagadh: 6 મહિને પાપ પોકાર્યું! વૃદ્ધાના મળેલા અવશેષો અંગે હચમચાવી નાખતાં ખુલાસા, શું ટુકડા કર્યા હતા?
- Junagadh Murder Case: કેશોદ તાલુકામાં 65 વર્ષીય વૃદ્ધાની હત્યા
- પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
- ખમીદાણાના યુવક દ્વારા લૂંટ અને હત્યાની કબૂલાત
Junagadh Murder Case:જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) તાલુકામાં આવેલું શાંત ખમીદાણા ગામ (Khamidana Village) હાલમાં ભય અને આક્રોશના માહોલમાં છે. આશરે 6 મહિના પહેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેભાઈ બારૈયા (Maniben Baraiya) અચાનક ગુમ થયા હતા. પરિવારજનોએ ભારે શોધખોળ બાદ કેશોદ પોલીસ સ્ટેશન (Keshod Police Station) માં ફરિયાદ નોંધાવી હતી. પરિવાર દ્વારા પોલીસને એ પણ જણાવવામાં આવ્યું હતું કે ગુમ થતી વખતે વૃદ્ધા પાસે લાખો રૂપિયાની કિંમતના સોનાના દાગીના (Jewellery) અને રોકડ રકમ (Cash) પણ હતી.
Junagadh Murder Case:પોલીસ તપાસ અને શંકાની સોય
કેશોદ પોલીસે (Police) ગુમ નોંધના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને હ્યુમન સોર્સ (Human Intelligence) ના આધારે તપાસ કરતા ખમીદાણા ગામનો જ મહેશ મુકેશભાઈ વ્યાસ (Mahesh Vyas) શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વૃદ્ધાના ગુમ થયા બાદ મહેશની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહેશની અટકાયત કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 65 વર્ષીય વૃદ્ધાની હત્યા
ગુમશુધાની ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ખમીદાણાના યુવક દ્વારા લૂંટ અને હત્યાની કબૂલાત
વૃદ્ધાને ઘરમાં બોલાવી ગળું દબાવી હત્યા કરાઈ
લાશ કોથળામાં ભરી નજીકના કુવામાં ફેંકી દીધી
કુવામાંથી માનવ શરીરના કેટલાક અંગો… pic.twitter.com/FtZUJ3jo0G— Gujarat First (@GujaratFirst) February 1, 2026
Junagadh Murder Case: 'વૃધ્ધાને પાણી પીવાના બહાને બોલાવી!'
શરૂઆતમાં આનાકાની કર્યા બાદ, પોલીસે પોતાની આગવી ઢબે (Interrogation) પૂછપરછ કરતા મહેશ ભાંગી પડ્યો હતો અને જે કબૂલાત કરી તે સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આરોપીએ જણાવ્યું કે, છ મહિના પહેલા જ્યારે મણીબેન બારૈયા (Maniben Baraiya) તેના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેણે પાણી પીવાના બહાને વૃદ્ધાને પોતાના ઘરે બોલાવ્યા હતા. ઘરે બોલાવ્યા બાદ પાપી મહેશે વૃદ્ધા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ (Sexual Assault Attempt) બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મણીબેને આ કૃત્યનો વિરોધ કર્યો અને તાબે ન થયા, ત્યારે પકડાઈ જવાની બીકે મહેશે તેમનું ગળું દબાવીને કરપીણ હત્યા (Murder) કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે વૃદ્ધાના શરીર પરથી સોનાના દાગીના અને રોકડ લૂંટી (Robbery) લીધા હતા.
પુરાવાનો નાશ કરવા લાશને કૂવામાં ફેંકી
પાપ છુપાવવા માટે આરોપીએ અત્યંત ક્રૂરતા દાખવી હતી. તેણે મણીબેનની લાશને એક કોથળામાં વીંટી દીધી અને પોતાની બાઈક (Bike) પર બાંધી રાત્રિના અંધકારમાં નજીકના એક અવાવરૂ કૂવામાં (Well) ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે લાશના ટુકડા (Body Parts) કરીને કોથળામાં ભરવામાં આવી હતી, કારણ કે કૂવામાંથી સંપૂર્ણ મૃતદેહના બદલે માત્ર અમુક જ અંગો મળી આવ્યા હતા.
Junagadh Crime: રહસ્યમય મોત કે લૂંટ વિથ મર્ડર? ધ્રુજાવી દેનારો ખુલાસો! | Gujarat First
જૂનાગઢના કેશોદમાં ગુમ થયેલી વૃદ્ધ મહિલા કેસમાં મોટો ખુલાસો
ખમીદાણા ગામે કુવામાંથી માનવ હાડકા, દાગીના મળ્યાની આશંકા
મણીબેન રામદેભાઈ બારૈયા 6 મહિના પહેલા થયા હતા ગુમ
મહિલા સાથે… pic.twitter.com/zzTw4vrQM4— Gujarat First (@GujaratFirst) January 31, 2026
કૂવામાંથી મળ્યા અવશેષો અને ફોરેન્સિક તપાસ
મોડી રાત્રે પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી કૂવામાં તપાસ કરતા વૃદ્ધાના શરીરના હાડકાં અને અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને તાત્કાલિક ફોરેન્સિક લેબ (Forensic Science Laboratory - FSL) માં મોકલવામાં આવ્યા હતા, જ્યાં પુષ્ટિ થઈ હતી કે આ અંગો ગુમ થયેલા મણીબેનના જ છે.
આ પણ વાંચોઃ Vadodara: હેરોઈન કેસમાં SOG ASI લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ, જાણો સમગ્ર મામલો
લૂંટાયેલો મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી
કૂવામાંથી ઘરેણાં મળી આવ્યા ન હોવાથી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે લૂંટાયેલા દાગીના મહેશે પોતાના ઘરે છુપાવી રાખ્યા છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. કેશોદ પોલીસે આરોપી મહેશ મુકેશભાઈ વ્યાસ વિરુદ્ધ હત્યા (IPC 302/BNS 103) અને લૂંટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
આ પણ વાંચોઃ Junagadh: 6 મહિનાથી ગુમ વૃદ્ધાના કેસમાં ખળભળાટ! કૂવામાંથી મળેલા માનવ અવશેષો કોના?


