Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: K.J. Hospital નું મોટું કૌભાંડ, મંજૂરી વગરના ડોક્ટરએ કર્યા 76 ઓપરેશન

Junagadh News: જૂનાગઢ (Junagadh) ની જાણીતી કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (K.J. Multi-Specialty Hospital) હાલમાં ગંભીર ગેરરીતિઓ અને દર્દીઓના જીવ સાથેના ચેડાંને લઈને વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી કરી તેમની જાણ બહાર અને કાયદાના ઉલ્લંઘન સાથે મોટી સંખ્યામાં ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
junagadh news  k j  hospital નું મોટું કૌભાંડ  મંજૂરી વગરના ડોક્ટરએ કર્યા 76 ઓપરેશન
Advertisement
  • Junagadh ની કે.જે. હોસ્પિટલમાં મોટું કૌભાંડ
  • મંજૂરી વગરના ડોક્ટરોએ કર્યા 76 ઓપરેશન
  • PMJAY યોજનાના નામે છેતરપિંડી
  • ગરીબ દર્દીઓના જીવ સાથે હોસ્પિટલનો ખેલ
  • કે.જે. હોસ્પિટલ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી
  •  કે.જે. હોસ્પિટલ સામે તપાસનો આદેશ

Junagadh News: જૂનાગઢ (Junagadh) ની જાણીતી કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ (K.J. Multi-Specialty Hospital) હાલમાં ગંભીર ગેરરીતિઓ અને દર્દીઓના જીવ સાથેના ચેડાંને લઈને વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાથે છેતરપિંડી કરી તેમની જાણ બહાર અને કાયદાના ઉલ્લંઘન સાથે મોટી સંખ્યામાં ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

Junagadh ની કે.જે. હોસ્પિટલમાં મોટું કૌભાંડ

પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલ દ્વારા મંજૂરી વગરના અને ગુજરાત મેડિકલ રજીસ્ટ્રેશન (Gujarat Medical Registration) પણ ન ધરાવતા તબીબ પાસે ગરીબ દર્દીઓના કુલ 76 ઓપરેશન કરાવવામાં આવ્યા હતા. નિયમો અનુસાર એક દિવસમાં મર્યાદિત સર્જરી થઈ શકે, પરંતુ આ હોસ્પિટલે કાયદાના ધજાગરા ઉડાવી એક જ દિવસમાં 3 થી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ ઓપરેશન કરી નાખ્યા હતા.

Advertisement

Advertisement

PMJAY યોજનામાં ગેરરીતિ

આયુષ્માન ભારત (PMJAY) જેવી સરકારી યોજનાના નામે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઓર્થોપેડિક સર્જરી (Orthopedic Surgery) અને ડોક્ટરોની વિગતોમાં પણ મોટી વિસંગતતાઓ અને છેતરપિંડી જોવા મળી છે. આટલી મોટી બેદરકારી બદલ પીએમજેવાય યોજનાનું જોડાણ રદ કરવાને બદલે માત્ર રૂપિયા 12 લાખનો સામાન્ય દંડ ફટકારીને સંતોષ માનતા આરોગ્ય વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:  Bharati Ashram Ikabapu: ભારતી આશ્રમનો મોટો નિર્ણય, Viral Video વિવાદ બાદ ઇકાબાપુ ફરજમુક્ત

Tags :
Advertisement

.

×