Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: સિંહ બાળની ક્રૂર હત્યા કરનાર આરોપી બાવન ચાવડા જ્યુડિશિયલ કસ્ટડીમાં, જાણો અત્યાર સુધીમાં શું ખુલાસા થયા

Junagadh Lion Cub Death: જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ ઘૃણાસ્પદ ઘટનામાં મુખ્ય આરોપી બાવન ચાવડાના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વન વિભાગની તપાસમાં હાલ વધુ રિમાન્ડની જરૂરિયાત ન જણાતા, પોલીસે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી ન હતી. પરિણામે, કોર્ટે આરોપી બાવન ચાવડાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
junagadh news  સિંહ બાળની ક્રૂર હત્યા કરનાર આરોપી બાવન ચાવડા જ્યુડિશિયલ કસ્ટડીમાં  જાણો અત્યાર સુધીમાં શું ખુલાસા થયા
Advertisement

Junagadh Lion Cub Death: ગીરના જંગલ વિસ્તાર નજીક ગણેશનગર પાસે આવેલી વાણંદ સોસાયટીના ઝાડી-ઝાંખરામાંથી થોડા દિવસો પહેલા એક સિંહ બાળનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલે વન વિભાગની ટીમે સઘન તપાસ કરી બાવન ચાવડા નામના આરોપીની ધરપકડ કરી હતી. આજે આ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપી બાવન ચાવડાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

Tags :
Advertisement

.

×