Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: ગિરનારના શિખરે મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો, ભક્તોએ માના દર્શન કર્યા

Junagadh ના ગિરનાર પર્વત પર આવેલી 51 શક્તિપીઠ પૈકીની એક 'ઉદયન પીઠ' ખાતે પોષી પૂનમ નિમિત્તે મા અંબાનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. કડકડતી ઠંડીમાં 5500 પગથિયાં ચડી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મહાઆરતી, ધ્વજારોહણ અને મહાપ્રસાદના આયોજન સાથે ગિરનાર "જય માતાજી"ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
junagadh  ગિરનારના શિખરે મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો  ભક્તોએ માના દર્શન કર્યા
Advertisement
  • Junagadh:  ગિરનારના શિખરે મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
  • કડકડતી ઠંડીમાં હજારો ભક્તો 5500 પગથિયાં ચડી માના દર્શને પહોંચ્યા
  • ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ ગિરનાર ચડીને માતાજીના આશીર્વાદ લીધા

Junagadh: સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ અને સાધુ-સંતોના પિયર ગણાતા ગિરનાર પર્વત (Girnar Mountain) પર આજે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 51 શક્તિપીઠોમાંની એક અને 'ઉદયન પીઠ' તરીકે પૂજાતા જગતજનની મા અંબાના મંદિરમાં પોષ સુદ પૂનમ નિમિત્તે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગિરનારના ગગનચુંબી શિખરો "જય અંબે" ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

ધાર્મિક વિધિઓ અને મહાઆરતી

પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આ પવિત્ર અવસરે મા અંબાના નીજ મંદિરમાં વહેલી સવારે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના વિગ્રહને પંચામૃત અભિષેક અને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બપોરના સમયે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કડકડતી ઠંડીમાં ભક્તોનો ઉત્સાહ

junagadh_gujarat_first

Advertisement

હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ છે, ત્યારે ગિરનાર પર તાપમાનનો પારો એકાએક નીચો ગયો હતો. આમ છતાં, માઈભક્તોની આસ્થા ઠંડી પર ભારે પડી હતી. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ 5500 પગથિયાં ચડીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. ભક્તોના અવિરત પ્રવાહને કારણે ગિરનારના પગથિયાં પર માનવ મહેરામણ ઊમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભક્તોના મુખે "જય માતાજી" ના જયઘોષથી સમગ્ર પર્વતમાળામાં મંગલમય વાતાવરણ પ્રસરી ગયું હતું.

Junagadh:  ધારાસભ્યએ દર્શન કરી સુખાકારી માટે પ્રાર્થના કરી

આ પવિત્ર અવસરે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા (MLA Sanjay Kordia) એ પણ વહેલી સવારે 5500 પગથિયાં ચડી મા અંબાના દર્શન કર્યા હતા અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરનો વહીવટ હાલ સરકાર હસ્તક હોવાથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. યાત્રિકોને પીવાના પાણીની સુવિધા, લાઈટિંગ અને સુરક્ષા વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.

આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?

Tags :
Advertisement

.

×