Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

જૂનાગઢમાં જામ્યો મહાશિવરાત્રિ મેળાનો રંગ! દૂર દૂરથી દિગમ્બર સાધુઓ મેળાની મુલાકાતે આવ્યા

Junagadh : જૂનાગઢના ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો ભવ્ય રંગ જામ્યો છે, જ્યાં દેશભરમાંથી પધારેલા સાધુ-સંતોના દર્શન માટે જનમેદની ઉમટી રહી છે. આ મેળામાં ખાસ કરીને દૂર-દૂરથી આવેલા દિગંબર સાધુઓ પોતાની પરંપરાગત ધૂણી ધખાવીને સાધનામાં લીન જોવા મળી રહ્યા છે, જે ભક્તો માટે આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે.
Advertisement
  • જૂનાગઢમાં જામ્યો મહાશિવરાત્રિ મેળાનો રંગ
  • મેળામાં દિગમ્બર સાધુ ધૂણી ધખાવી બેઠા
  • દૂર દૂરથી દિગમ્બર સાધુઓ મેળાની મુલાકાતે
  • તિલક સાધુ પણ મેળામાં દૂર દૂરથી આવ્યા
  • લોકો તિલક લગાવી મેળવી રહ્યાં છે આશિર્વાદ

Junagadh : જૂનાગઢના ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો ભવ્ય રંગ જામ્યો છે, જ્યાં દેશભરમાંથી પધારેલા સાધુ-સંતોના દર્શન માટે જનમેદની ઉમટી રહી છે. આ મેળામાં ખાસ કરીને દૂર-દૂરથી આવેલા દિગંબર સાધુઓ પોતાની પરંપરાગત ધૂણી ધખાવીને સાધનામાં લીન જોવા મળી રહ્યા છે, જે ભક્તો માટે આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે.

લોકો તિલક લગાવી મેળવી રહ્યાં છે આશિર્વાદ

તેમની સાથે જ વિવિધ સંપ્રદાયના તિલકધારી સાધુઓ પણ મોટી સંખ્યામાં આવ્યા છે, જેમના આશીર્વાદ લેવા માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી રહી છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ સાધુઓ પાસે જઈને પવિત્ર તિલક કરાવી ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથની તળેટી અત્યારે સાધુ-સંતોની ઉપસ્થિતિથી સાચા અર્થમાં ભક્તિમય બની ગઈ છે.

Advertisement

આ પણ વાંચો :  જૂનાગઢ ભવનાથ મેળામાં પહોંચ્યા વાયરલ બાબા! જાણો Gujarat First સાથે શું કરી વાતચીત

Advertisement

Tags :
Advertisement

.

×