Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : મહેશગીરી બાપુની મુશ્કેલીઓ વધી! જૂના અખાડા પરિષદે પ્રયાગરાજથી લીધો મોટો નિર્ણય

આ વિવાદને લઈ પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદ દ્વારા મોટો અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
junagadh   મહેશગીરી બાપુની મુશ્કેલીઓ વધી  જૂના અખાડા પરિષદે પ્રયાગરાજથી લીધો મોટો નિર્ણય
Advertisement
  1. પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદ દ્વારા મોટો નિર્ણય લેવાયો (Junagadh)
  2. કેટલાક મહંતોને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા
  3. મહેશગીરી બાપુ અને મહાદેવગીરી બાપુને કરાયા દૂર
  4. કનૈયાગીરી બાપુ અને અમૃત ગિરિ બાપુને હટાવા

Junagadh : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં (Prayagraj) હાલ 'મહાકુંભ' (Mahakumbh) યોજાઈ રહ્યો છે. દરમિયાન, પ્રયાગરાજમાંથી જૂના અખાડા પરિષદ (Juna Akhara Parishad) દ્વારા કેટલાક મહંતોને હટાવવા અંગે આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના અખાડા દ્વારા મહેશગીરી બાપુ (Maheshgiri Bapu) અને મહાદેવગીરી બાપુને દૂર કરાયા છે. ઉપરાંત, કનૈયાગીરી બાપુ અને અમૃતગિરિ બાપુને (Amritgiri Bapu) દૂર કરાયા છે. આ સાથે દૂર કરાયેલા મહંતો માટે કુંભમેળામાં પ્રતિબંધનો નિર્ણય પણ કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ST નિગમનાં કર્મચારીઓ માટે મહત્ત્વનાં સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય!

Advertisement

કેટલાક મહંતોને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ ગાદી (Junagadh) વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઈ પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદ દ્વારા મોટો અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, કેટલાક મહંતોને જૂના અખાડા પરિષદમાંથી હટાવવામાં આવ્યા છે. મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ (Mahadevgiri Bapu), કનૈયાગીરી બાપુ (Kanayagiri Bapu) અને અમૃતગિરિ બાપુને જૂના અખાડા પરિષદમાંથી દૂર કરાયા છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ગોવિંદ ધોળકિયાનાં નિવેદન સામે લેબગ્રોન ડાયમંડ એસો. ની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

દૂર કરાયેલા મહંતો માટે કુંભમેળામાં પ્રતિબંધ

આ સાથે દૂર કરાયેલા મહંતો માટે કુંભમેળામાં પ્રતિબંધનો નિર્ણય પણ જૂના અખાડા પરિષદ (Juna Akhara Parishad) દ્વારા લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, મહેશગિરી બાપુ અને હરિગિરી બાપુ (Harigiri Bapu) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલિન થયા બાદથી ગાદીને લઈ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને મહંતોએ જાહેરમાં આવીને મીડિયા સમક્ષ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કર્યા હતા. ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) એ ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) પર ભવનાથ મંદિરનાં (Bhavnath Temple) મહંત બનવા માટે રૂપિયા આપ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જ્યારે હરિગીરી બાપુએ આ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટરબોમ્બ! હવે આ જાણીતા નેતા સામે થયાં ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×