Junagadh News: "ચેકિંગ કરવા કેમ આવ્યા?" કહી વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો
Junagadh News: જૂનાગઢ (Junagadh) ના માળિયાહાટીના (Malia Hatina) તાલુકાના ગાંગેચા (Gangecha) ગામમાં આજે વીજ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેતપુર (Jetpur) ની વીજ કંપનીની ટીમ દ્વારા ગામમાં એક રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન બે વીજ કંપનીના અધિકારીઓ અને એક પીએસઆઈ (PSI) પણ સ્થળ પર હાજર હતા.
Junagadh માં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો
ઘટનાની વિગત મુજબ, જ્યારે ટીમ મકાનની અંદર ચેકિંગ કરી રહી હતી, ત્યારે વીજ કંપનીની જીપના ડ્રાઈવર મકાનની બહાર ઊભા હતા. તે સમયે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ડ્રાઈવર પાસે આવીને "તમે ચેકિંગ કરવા કેમ આવ્યા છો?" તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ, આ અજાણ્યા ઈસમોએ ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત ડ્રાઈવર અર્થે હોસ્પિટલ ખસેડાયો
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર નાજાભાઈ મોગલને તાત્કાલિક સારવાર અર્થે કેશોદ (Keshod) ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.
Junagadh: જૂનાગઢમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો
ઈજાગ્રસ્ત ડ્રાઈવરે વર્ણવી હુમલાની ભયાનકતાકેશોદના ગાંગેચા ગામે વીજ કંપનીની ટીમ પર હુમલો
ડ્રાઈવ દરમિયાન જીપના ડ્રાઈવર પર કર્યો હુમલો
બાઈક પર આવેલા 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો
રહેણાંક મકાનમાં હાથ ધરવામાં આવ્યું હતું વીજ… pic.twitter.com/arg21ljNLt— Gujarat First (@GujaratFirst) June 1, 2026


