Junagadh News: માંગરોળમાં અકસ્માત નહીં પણ હત્યાનો પ્રયાસ! હચમચાવતાં CCTV ફૂટેજ આવ્યા સામે
Junagadh News: માંગરોળમાં બનેલી અકસ્માતની ઘટનામાં નવો ખુલાસો થયો છે. સીસીટીવીમાં તે અકસ્માત નહીં પણ હત્યાનો પ્રયાસ હોવાનું જણાતા પોલીસે પ્રેમ પ્રકરણના આક્ષેપ સાથે યુવતીના મામા વિરુદ્ધ કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે યુવાનો હાલ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Advertisement
Junagadh Accident: જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ગત રોજ બનેલી અકસ્માતની ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે. શરૂઆતમાં સામાન્ય અકસ્માત લાગતી આ ઘટના પાછળ કોઈના જીવ લેવાનો ઈરાદો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં ગંભીર આક્ષેપ થયા છે. જે બાદ પોલીસની ઝીણવટભરી તપાસ અને સામે આવેલા સીસીટીવી ફૂટેજે આ બનાવને હત્યાના પ્રયાસના કેસમાં ફેરવી દીધો છે.

