Junagadh ના Mangrol પાસે ખાનગી બસ પલટી, નીલગાયને બચાવવા જતા Accident, 2 મહિલાના મોત
- જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં યાત્રાળુઓની ખાનગી બસ પલટી
- ભાવનગરથી દ્વારકા જઈ રહેલી બસમાં અંદાજે 35 યાત્રાળુઓ હતા સવાર
- કરુણ દુર્ઘટનામાં 2 મહિલા યાત્રાળુના ઘટનાસ્થળે જ કરુણ મોત
- માર્ગ પર અચાનક નીલગાય આડી ઉતરતા ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો
Junagadh Mangrol Bus Accident: જૂનાગઢ જિલ્લામાં માંગરોળના રહીજ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. ભાવનગરથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલી યાત્રાળુઓની ખાનગી બસ (Private Bus) રહીજ ગામ પાસે પલટી મારી ગઈ હતી. આ બસમાં કુલ 35 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. માર્ગ પર અચાનક નીલગાય આડી પડવાના કારણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 2 મહિલા યાત્રાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સાથે જ આ અકસ્માતમાં નીલગાયનું (Animal Death) પણ મોત નીપજ્યું છે.
ઈજાગ્રસ્તોને 108 મારફતે માંગરોળ અને જૂનાગઢ ખસેડાયા
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી (Rescue Operation) શરૂ કરી હતી. બસમાં સવાર 10 થી 12 જેટલા યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે માંગરોળની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્રએ પણ ઈજાગ્રસ્તોની સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.
આ પણ વાંચો---- Tharad Sessions Court નો મોટો ચુકાદો, યુવતીની Murder કરનાર અશ્વિન પરમારને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી
માંગરોળ પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બસને માર્ગ પરથી દૂર કરાવીને વાહન વ્યવહાર (Traffic) રાબેતા મુજબ શરૂ કરાવ્યો છે. પ્રાથમિક માહિતી (Primary Information) મુજબ વહેલી સવારે નીલગાય રસ્તા પર આવતા આ દુર્ઘટના બની હોવાનું જણાય છે. પોલીસે બંને મૃતક મહિલાઓના શબને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે મોકલીને અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. યાત્રા પર નીકળેલા ભાવનગરના પરિવારોમાં આ ઘટનાથી ભારે માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો---- Naswadi માં કાળમુખો Triple Accident, એસટી બસ અને ટ્રક વચ્ચે બાઈક કચડાઈ, ભાજપ અગ્રણીના ભાઈનું મોત


