Junagadh: 'લોકશાહીમાં સરપંચ પાયાની ઈંટ', Karshandas Bapu 42 ગામના સરપંચોના સમર્થનમાં આવ્યા
- Junagadh: મેંદરડાના 42 ગામના સરપંચો ભૂખ હડતાળ પર
- કરશનબાપુ ભાદરકા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી
- છેલલા છ મહિનાથી વિકાસ અટક્યો!
Junagadh Sarpanch Hunger Strike: મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસથી ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આંદોલનની આ આગ હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. સરપંચો દ્વારા શરૂ કરવામાં આવેલી આ લડતને વેગ આપવા માટે કોંગ્રેસ અગ્રણી કરશનબાપુ ભાદરકા (Karshanbapu Bhadarka) અને આમ આદમી પાર્ટી (AAP) ના રાજુ બોરખતરીયા (Raju Borkhatariya) એ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને સરપંચોને પોતાનું નૈતિક સમર્થન જાહેર કર્યું છે.
Junagadh: અટવાયેલા કામોથી રોષ
આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી ગામડાઓમાં વિકાસના કામો (Development Works) સંપૂર્ણપણે અટકી ગયા છે. સરપંચોનો આક્ષેપ છે કે, જે કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, તેના બિલ (Payment Bills) પાસ કરવામાં આવતા નથી. આ ઉપરાંત 15મા નાણાપંચ (15th Finance Commission) ના કામો તેમજ એટીવીટી યોજનાના વિકાસના કામો પણ ઠપ્પ થઈ ગયા છે. અનેકવાર સ્થાનિક તંત્ર અને સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક નિરાકરણ આવતું નથી. છેલ્લા ત્રણ દિવસથી સરપંચો ભૂખ હડતાળ (Hunger Strike) પર ઉતર્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સરપંચોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
'42 ગામના સરપંચો છે 4200 થતા વાર નહી લાગે'
કોંગ્રેસ અગ્રણી કરશનદાસ બાપુ ભાદરકાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "લોકશાહીમાં સરપંચ પાયાની ઈંટ છે. જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે અને કરેલા કામોના બિલ નહીં ચૂકવાય, તો આજે જે 42 ગામના સરપંચો લડત પર છે, તેને 4200 થતા વાર નહીં લાગે." તેમણે કહ્યું કે સરપંચોના હકનું મહેનતાણું અને વિકાસના નાણાં વહેલી તકે મુક્ત કરવા જોઈએ.
આ પણ વાંચોઃ LIVE: Gujarat Latest News : 42 ગામના સરપંચોની ભૂખ હડતાળ યથાવત, સરપંચોની પડખે આવ્યા કરશનદાસ બાપુ ભાદરકા


