Junagadh: "પાર્ટી નહીં ગરબા હતા", મેડિકલ કોલેજની DJ પાર્ટી બાદ ડીનનો ખુલાસો
જૂનાગઢ મેડિકલ કોલેજમાં મોડી રાત સુધી ચાલેલી DJ પાર્ટીનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. સિવિલ હોસ્પિટલની નજીક જ પટાંગણમાં વિદ્યાર્થીઓ ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે દર્દીઓની સુખાકારી પર સવાલો ઉઠ્યા છે. જોકે, કોલેજના ડીન આ કાર્યક્રમને ગરબા ગણાવી રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા થઈ રહી છે.
Advertisement
- Junagadh Viral Video: મેડીકલ કોલેજની પાર્ટીનો વીડિયો થયો વાયરલ
- મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દ્વારા પાર્ટીનું કરાયું હતુ આયોજન
- બે દિવસ પહેલા મેડીકલ કોલેજના પટાંગણમાં યોજાઈ હતી પાર્ટી
Junagadh Viral Video: સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં આવેલી સરકારી મેડિકલ કોલેજ (Government Medical College) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત સુધી ડીજે DJ ના તાલે ઝૂમી રહ્યા હોવાનું દેખાય છે. જેમાં આરોપ લાગ્યા હતા કે મંજૂરી વિના આ પાર્ટી રખાઈ હતી. જો કે ડીને સ્પષ્ટતાં કરી છે કે પરવાનગી લેવામાં આવી હતી.

