Junagadh : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે જુનાગઢની મુલાકાતે (Junagadh)
- કાલસારી ગામે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
- વિસાવદરમાં સાધુ-સંતો સાથે ચાપરડા આશ્રમમાં બેઠક કરી
- બેઠકમાં શેરનાથ બાપુ, સતાધારનાં વિજયભગત હાજર રહ્યા
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથની પણ મુલાકાત લીધી
- શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા
Junagadh : ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આજે જુનાગઢની મુલાકાતે લીધી. દિવસ દરમિયાન તેમણે વિસાવદરની (Visavdar) મુલાકાત લઈ કાલસારી ગામે BJP નાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ તેઓ ભવનાથ પહોંચ્યા છે. અહીં, શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુનાં (Indra Bharati Bapu) આશીર્વાદ લીધા અને બંધ બારણે બેઠક પણ કરી છે.
આ પણ વાંચો - કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે બારડોલીની મુલાકાતે
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિસાવદરની મુલાકાતે
વિસાવદરમાં સાધુ-સંતો સાથે ચાપરડા આશ્રમમાં બેઠક
બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
"વિસાવદર આવુ ત્યારે સંતોના આશીર્વાદ લેવા આવુ છું"
આજે પણ આશીર્વાદ લેવા આવ્યો હતો: હર્ષભાઈ
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની જીત નિશ્ચિત:… pic.twitter.com/4mjFjbOfKd— Gujarat First (@GujaratFirst) June 11, 2025
કાલસારી ગામે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
જુનાગઢ જિલ્લાના (Junagadh) વિસાવદરમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણી મતદાન પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે વિસાવદર પહોંચ્યા હતા. કાલસારી ગામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. કાલસારી ગામની બહેનોએ કુમકુમ તિલકથી તેમનું સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવીએ સ્થાનિક ભાજપનાં હોદ્દેદારો સાથે બેઠક પણ કરી હતી. દરમિયાન, તેમણે કહ્યું કે, અનેક ધાર્મિક સંસ્થાઓની મુલાકાત કરી છે. તમામ લોકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે આ જીત વિકાસની જીત હશે. જન પ્રતિનિધિ સાચા અર્થમાં જન પ્રતિનિધિ બનશે.
વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપનો જોરશોરથી પ્રચાર
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિસાવદર ભાજપ કાર્યાલય પહોંચ્યા
ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે કરી વાતચીત
કાર્યાલય બાદ માર્કેટિંગ યાર્ડમાં કાર્યકર્તા સાથે કરી બેઠક
હર્ષભાઈએ વિસાવદર પેટાચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો@sanghaviharsh… pic.twitter.com/6Grpu2RRtQ— Gujarat First (@GujaratFirst) June 11, 2025
આ પણ વાંચો - Jamnagar ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઓળખ મળી છે - પૂનમ માડમ
પૂજ્ય મુક્તાનંદ બાપુ (ચાંપરડા), પૂજ્ય શેરનાથ બાપુ (જૂનાગઢ), સતાધાર જગ્યાના મહંત શ્રી વિજયબાપુ અને સંતો - મહંતોના અમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા.
સૌને પ્રણામ 🙏🚩 pic.twitter.com/kAXzhrFu7H
— Harsh Sanghavi (@sanghaviharsh) June 11, 2025
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની જીત નિશ્ચિત છે : હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસાવદરમાં (Visavdar Assembly Election) ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં શેરનાથ બાપુ, સતાધારનાં વિજયભગત હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિસાવદર આવુ ત્યારે સંતોના આશીર્વાદ લેવા આવું છું. આજે પણ આશીર્વાદ લેવા આવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની (Kirit Patel) જીત નિશ્ચિત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભવનાથની (Bhavnath) પણ મુલાકાત લીધી છે. અહીં, શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુનાં આશીર્વાદ લીધા અને બંધ બારણે બેઠક પણ કરી છે. દરમિયાન, જુનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડિયા (MLA Sanjay Koradia) પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Government Job : મહેસૂલી તલાટીની ભરતી માટે 5.54 લાખ અરજીઓ મળી, જાણો કેટલી થઈ કન્ફર્મ?