ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ તેઓ ભવનાથ પહોંચ્યા છે.
10:20 PM Jun 11, 2025 IST | Vipul Sen
ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ તેઓ ભવનાથ પહોંચ્યા છે.
HarshS_Gujarat_first
  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે જુનાગઢની મુલાકાતે (Junagadh)
  2. કાલસારી ગામે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
  3. વિસાવદરમાં સાધુ-સંતો સાથે ચાપરડા આશ્રમમાં બેઠક કરી
  4. બેઠકમાં શેરનાથ બાપુ, સતાધારનાં વિજયભગત હાજર રહ્યા
  5. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથની પણ મુલાકાત લીધી
  6. શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા

Junagadh : ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આજે જુનાગઢની મુલાકાતે લીધી. દિવસ દરમિયાન તેમણે વિસાવદરની (Visavdar) મુલાકાત લઈ કાલસારી ગામે BJP નાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ તેઓ ભવનાથ પહોંચ્યા છે. અહીં, શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુનાં (Indra Bharati Bapu) આશીર્વાદ લીધા અને બંધ બારણે બેઠક પણ કરી છે.

આ પણ વાંચો - કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે બારડોલીની મુલાકાતે

કાલસારી ગામે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

જુનાગઢ જિલ્લાના (Junagadh) વિસાવદરમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે વિધાનસભા ચૂંટણી મતદાન પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે વિસાવદર પહોંચ્યા હતા. કાલસારી ગામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. કાલસારી ગામની બહેનોએ કુમકુમ તિલકથી તેમનું સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવીએ સ્થાનિક ભાજપનાં હોદ્દેદારો સાથે બેઠક પણ કરી હતી. દરમિયાન, તેમણે કહ્યું કે, અનેક ધાર્મિક સંસ્થાઓની મુલાકાત કરી છે. તમામ લોકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે આ જીત વિકાસની જીત હશે. જન પ્રતિનિધિ સાચા અર્થમાં જન પ્રતિનિધિ બનશે.

આ પણ વાંચો - Jamnagar ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઓળખ મળી છે - પૂનમ માડમ

ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની જીત નિશ્ચિત છે : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસાવદરમાં (Visavdar Assembly Election) ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં શેરનાથ બાપુ, સતાધારનાં વિજયભગત હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિસાવદર આવુ ત્યારે સંતોના આશીર્વાદ લેવા આવું છું. આજે પણ આશીર્વાદ લેવા આવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની (Kirit Patel) જીત નિશ્ચિત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભવનાથની (Bhavnath) પણ મુલાકાત લીધી છે. અહીં, શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુનાં આશીર્વાદ લીધા અને બંધ બારણે બેઠક પણ કરી છે. દરમિયાન, જુનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડિયા (MLA Sanjay Koradia) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Government Job : મહેસૂલી તલાટીની ભરતી માટે 5.54 લાખ અરજીઓ મળી, જાણો કેટલી થઈ કન્ફર્મ?

Tags :
BhavnathBJP candidate Kirit PatelBJP's Election OfficeChaprada AshramGUJARAT FIRST NEWSHarsh SanghviIndra Bharati BapuJunagadhKalsari VillageMLA Sanjay KoradiaShri Rudreshwar Jagir Bharati AshramTop Gujarati NewsVisavdarVisavdar Assembly Election
Next Article