Junagadh: MLA ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા અપાઈ હતી લાલચ! જૂતું ફેંકનારે શું કહ્યું?
- Junagadh: MLA ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતુ ફેંકાવવાનો મામલો
- જૂતું ફેકનાર યુવકનો વીડિયો થયો વાયરલ
- 'મને જૂતું ફેંકવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી'
Junagadh: ગુજરાતના જાહેર જીવનમાં ફરી એકવાર જૂતું ફેંકવાની ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના વિસ્તારમાં AAP નેતા અને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા (MLA Gopalbhai Italia) ની એક સભા દરમિયાન તેમના પર જૂતું ફેંકવામાં (Shoe Thrown) આવ્યું હતું. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું, પરંતુ હવે આરોપી શખ્સે જૂતું ફેંકવાને લઈ ખુલાસો કર્યો છે. જેનો એક વીડિયો વાયરલ થયો છે.
Junagadh: આરોપી શબીરની સનસનીખેજ કબૂલાત
જૂતું ફેંકનાર શબીર નામનો યુવક કેમેરા સામે આવ્યો છે અને તેણે આ કૃત્ય પાછળના રહસ્યો પરથી પડદો ઉંચક્યો છે. શબીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે સ્પષ્ટપણે સ્વીકારે છે કે આ કૃત્ય કરવા માટે લાલચ આપવામાં આવી હતી. શબીરે વીડિયોમાં જણાવ્યું કે, "મને ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતું ફેંકવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. આ કાર્ય પૂરું કરવા માટે મને અગાઉથી દારૂ પણ પીવડાવવામાં આવ્યો હતો."
MaliyaHatina Attack On MLA | Gopal Italia પર ફરી જુતુ ફેંકાયું | Gujarat First
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર ફેંકાયું જુતુ
જામનગર બાદ હવે જૂનાગઢના માળિયાહાટીનામાં ફેંકાયું જુતુ
AAPની ખેડૂત સભામાં સંબોધન કરી રહ્યા હતા ગોપાલ ઈટાલિયા
સદનસીબે જુતુ ગોપાલ ઈટાલિયાના પગમાં… pic.twitter.com/rbXDogs70l— Gujarat First (@GujaratFirst) January 16, 2026
'પોલીસમાં છું કંઈ નહીં થાય'
તેણે વધુમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભંડુરી ગામના રામજીભાઈ, તેનો પુત્ર મીત અને ભરતભાઈ નામના શખ્સોએ તેને આ કૃત્ય કરવા માટે દબાણ અને ઉશ્કેરણી કરી હતી. શબીરે એવો પણ દાવો કર્યો કે એક અજાણ્યા શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કંઈ નહીં થાય તેવું આશ્વસાન આપ્યું હતુ. તેને માણાવદરથી સ્પેશિયલ ગાડીમાં બેસાડીને માળિયા હાટીના લાવવામાં આવ્યો હતો.
Junagadh | Gopal Italia પર જૂતું ફેંકનાર યુવકનો વીડિયો વાયરલ! | Gujarat First
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેકનાર યુવકનો વીડિયો વાયરલ
"મને જૂતું ફેંકવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી"
"મને દારૂ પણ આપવામાં આવ્યો હતો"
ભંડુરીના રામજીભાઈ તેનો છોકરો મિત અને ભરતભાઈ નામના શખ્સોએ… pic.twitter.com/awH4t6dMAv— Gujarat First (@GujaratFirst) January 17, 2026
બીજીવાર જૂતું ફેંકાયું
ઉલ્લેખનીય છે કે ગોપાલભાઈ ઇટાલિયા પર જૂતુ ફેંકવાની આ ઘટના બીજીવાર બની છે. હેલા ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના 5 ડિસેમ્બર, 2025ના રોજ જામનગરમાં બની હતી. આ ઘટના આમ આદમી પાર્ટી (AAP)ની જન સભા દરમિયાન બની, જ્યારે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તા છત્રપાલસિંહ જાડેજાએ તેમના પર જુતું ફેંક્યું હતું. આ હુમલો 2017માં ગોપાલભાઈ ઈટાલિયાએ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતું ફેંક્યું હતું તેના બદલાના રૂપમાં કરવામાં આવ્યો હોવાનું હુમલાખોરે કહ્યું હતું.
આ પણ વાંચોઃJamnagar: 'AAP નો વેગ સ્થાનિક કોંગ્રેસ સહન ન કરી શકી', જૂતું ફેંકવાનો મામલો ગરમાયો!
પોલીસ તપાસ અને આગામી કાર્યવાહી
આરોપી શબીરની કબૂલાત બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું ખરેખર કોઈ ગાડી તેને લેવા આવી હતી? અને શું કોઈ વ્યક્તિએ પોલીસની ખોટી ઓળખ આપી હતી? શબીરે જે નામો લીધા છે તે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવશે. આ ઘટનાએ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે.
આ પણ વાંચોઃ Gopal Italia: સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો, પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું! Video


