Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

junagadh : ટ્રાવેલ એજન્સીએ ધારાસભ્યને પણ ન છોડ્યા! MLA સંજયભાઈ કોરડીયા સાથે કેવી રીતે થઈ ઠગાઈ?

junagadh : રાજ્યમાં છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે હવે જનપ્રતિનિધિઓ પણ તેમાંથી બાકાત નથી રહ્યા. જૂનાગઢ (junagadh) ના ધારાસભ્ય સંજય કોરડીયા (MLA Sanjay Koradiya) સાથે અમદાવાદની એક ટ્રાવેલ એજન્સી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
junagadh   ટ્રાવેલ એજન્સીએ ધારાસભ્યને પણ ન છોડ્યા  mla સંજયભાઈ કોરડીયા સાથે કેવી રીતે થઈ ઠગાઈ
Advertisement
  • જૂનાગઢ (junagadh) ના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા (MLA Sanjay Koradiya)  સાથે છેતરપિંડી
  • ટ્રાવેલ કંપની દ્વારા ધારાસભ્ય સાથે કરવામાં આવી છેતરપિંડી
  • સ્પાર્કલ હોલીડે નામની અમદાવાદની ટ્રાવેલ એજન્સી દ્વારા છેતરપીંડી
  • જ્યોર્જિયા જવા માટે 7 લાખ 15 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા
  • ઇરાનમા યુધ્ધને લઈ પરિવારે પ્રવાસ મોકુફ રાખ્યો હતો
  • પૈસા પરત મેળવવા અનેક પ્રયાસ છતા પૈસા પરત નહી મળતા ફરિયાદ

junagadh : રાજ્યમાં છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે હવે જનપ્રતિનિધિઓ પણ તેમાંથી બાકાત નથી રહ્યા. જૂનાગઢ (junagadh) ના ધારાસભ્ય સંજય કોરડીયા (MLA Sanjay Koradiya) સાથે અમદાવાદની એક ટ્રાવેલ એજન્સી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ધારાસભ્યના પી.એ. હર્ષ ગોટી (Harsh Goti) દ્વારા જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જૂનાગઢ (junagadh) ના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા (MLA Sanjay Koradiya)  સાથે છેતરપિંડી

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય સંજય કોરડીયા અને તેમના પરિવારે જ્યોર્જિયા (Georgia) પ્રવાસે જવાનું આયોજન કર્યું હતું. આ પ્રવાસ માટે તેમણે અમદાવાદ સ્થિત 'સ્પાર્કલ હોલીડે પ્રાઈવેટ લિમિટેડ' (Sparkle Holiday Pvt Ltd) નામની ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો. પ્રવાસના પેકેજ પેટે ધારાસભ્યના પરિવાર દ્વારા કુલ રૂ. 7,15,000 જમા કરાવવામાં આવ્યા હતા.

Advertisement

Junagadh-MLA Sanjay Kordia- Gujarat first

Advertisement

યુદ્ધની સ્થિતિને કારણે પ્રવાસ મોકૂફ રહ્યો

જોકે, તે સમયે ઈરાન (Iran) અને આસપાસના વિસ્તારોમાં યુદ્ધની ગંભીર પરિસ્થિતિ સર્જાતા, સુરક્ષાના કારણોસર ધારાસભ્યના પરિવારે જ્યોર્જિયાનો પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. આ અંગે તેમણે ટ્રાવેલ એજન્સીને જાણ કરી હતી અને નિયમ મુજબ પોતાના નાણાં પરત માંગ્યા હતા.

Junagadh-MLA Sanjay Kordia- Gujarat first

વારંવારની રજૂઆત છતાં નાણાં પરત ન મળ્યા

ધારાસભ્યના પરિવાર અને તેમના સ્ટાફ દ્વારા અનેક વખત ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. લાંબો સમય વીતી જવા છતાં અને વારંવારની ઉઘરાણી છતાં એજન્સી દ્વારા રકમ પરત કરવામાં આવી નહોતી. અંતે, છેતરપિંડીનો અહેસાસ થતા ધારાસભ્યના પીએ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  Gujarat Board Exam 2026 : રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ, 16.63 લાખ વિદ્યાર્થીઓની કસોટી

Tags :
Advertisement

.

×