Junagadh : મનપા-નપાનાં શાસકોની વરણી થઈ, જાણો મેયર, ડેપ્યુટી મેયરની જવાબદારી કોને અપાઈ?
- Junagadh મનપા અને નપાનાં શાસકો અંગે સૌથી મોટા સમાચાર
- જુનાગઢ મનપાનાં મેયર, ડેપ્યૂટી મેયરનાં નામની જાહેરાત થઈ
- જુનાગઢની અલગ-અલગ નપાનાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પણ કરાઈ
- સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે પલ્લવી ઠાકોરનું નામ જાહેર
જુનાગઢમાં (Junagadh) મહાનગરપાલિકાનાં મેયર અને ડેપ્યુટી મેયરનાં નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જુનાગઢની અલગ-અલગ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પણ કરવામાં આવી છે. જુનાગઢનાં મેયર (Mayor) તરીકે લેઉઆ પાટીદાર ચહેરો ધર્મેશ પોસિયાની પસંદગી પર મહોર લાગી છે. જ્યારે, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારાનાં નામ પર મહોર લાગી છે. આ સાથે જુનાગઢ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Gujarat : આ વખતે હવામાનમાં કાંઈ નવીન થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી
મેયર તરીકે ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારાની પસંદગી
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢમાં આજે મેયર તરીકે ધર્મેશ પોસિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જુનાગઢ (Junagadh) મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે પલ્લવી ઠાકોરનું (Pallavi Thakor) નામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, સૌથી ચર્ચાસ્પદ મનન અભાણીને શાસક પક્ષના નેતા તરીકે સંતોષ માનવો પડ્યો છે. જણાવી દઈએ કે, આજે જુનાગઢની અલગ-અલગ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ પણ કરવામાં આવી છે, જેમાં માણાવદર નગરપાલિકાનાં પ્રમુખપદે જીતુ પનારાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભારતીબા ચુડાસમાની પસંદગી થઈ છે.
આ પણ વાંચો - Ahmedabad Khyati Hospital Scam : ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી
છ નગરપાલિકાનાં પ્રમુખનાં નામની વિધિવત રીતે જાહેરાત
ઉપરાંત, માંગરોળ (Mangrol) નગરપાલિકાના પ્રમુખપદે ક્રિષ્નાબેન થાપનિયા, ઉપપ્રમુખ તરીકે બસપાનાં (BSP) અબ્દુલ્લા સૈયદની વરણી થઈ છે. બાંટવા નગરપાલિકાના પ્રમુખપદે સુનિલ જેઠવાણી અને ઉપપ્રમુખ પદે રામ ગરચરને જવાબદારી સોંપવામાં આવી છે. વંથલી નગરપાલિકાની વાત કરીએ તો પ્રમુખની જવાબદારી રાકેશ ત્રાંબડિયાને અને ઉપપ્રમુખપદે હુસેનાબેન સોઢાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વિસાવદર (Visavadar) નગરપાલિકાનાં પ્રમુખપદે દયાબેન સોલંકી અને ઉપપ્રમુખ પદે રમેશ માંગરોલિયાનાં નામ પર મહોર લાગી છે. ચોરવાડ (Chorwad) નપાનાં પ્રમુખની વાત કરીએ તો બેનાબેન ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, ઉપપ્રમુખ તરીકે દિલીપ કુમાર શાહની પસંદગી થઈ છે. જણાવી દઈએ કે, માંગરોળને બાદ કરી પાંચેય નગરપાલિકા પર ભાજપને બહુમતિ મળી છે. માંગરોળમાં 9 વોર્ડની કુલ 36 બેઠકો પૈકી ભાજપે 15, કોંગ્રેસે 15, BSP 4 અને આપ અને અપક્ષ 1-1 સીટ જીતી હતી.
આ પણ વાંચો - Rajkot માં બિન્દાસ્ત દારૂનું વેચાણ, શાંતિથી બેસીને પીવાની પણ છે વ્યવસ્થા!