Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh મનપામાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી રાજકારણ ગરમાયું, અધૂરા કામો મુદ્દે રોષ

જૂનાગઢ મનપાના મહિલા ચેરમેન સામે ભાજપના જ કાર્યકર્તાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા વિવાદ વકર્યો છે. જવાહર રોડ પર બે મહિનાથી ગટર-પાણીના અધૂરા કામથી લોકો પરેશાન છે. જનતાનો આક્રોશ વધતા મનપા કમિશનરે સ્થળ મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. કમિશનરે કામગીરીમાં ઝડપ લાવવા અને ગુણવત્તા જાળવી રાખવા માટે અધિકારીઓને કડક સૂચના આપી લોકોને આશ્વાસન આપ્યું છે.
junagadh મનપામાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી રાજકારણ ગરમાયું  અધૂરા કામો મુદ્દે રોષ
Advertisement
  • Junagadh  મનપાના સ્થાયી સમિતિના મહિલા ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ
  • ભાજપ કાર્યકર્તાના માઇક્રો પ્લાનિંગથી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ
  • પ્રશ્નો પૂછવા પર ચેરમેને મનફાવે તેવા જવાબ આપ્યા હોવાની ફરિયાદ

Junagadh: જૂનાગઢ મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation) ના વહીવટમાં હાલ ભારે ખળભળાટ મચી ગયો છે. મનપાની સ્થાયી સમિતિના મહિલા ચેરમેન સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ભાજપના જ કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે માઇક્રો પ્લાનિંગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ચેરમેનને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે મનફાવે તેવા અને અસંતોષકારક જવાબો આપ્યા હોવાની ફરિયાદ ઉઠી છે, જેના કારણે સત્તાધારી પક્ષમાં આંતરિક વિખવાદ અને જનતામાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

જવાહર રોડ પર અધૂરી કામગીરીથી જનતા પરેશાન

આક્ષેપ છે કે  શહેરના મુખ્ય માર્ગ ગણાતા જવાહર રોડ (Jawahar Road) પર ગટર અને પાણીની લાઈનો નાખવાના કામો છેલ્લા બે મહિનાથી અધૂરા છોડી દેવામાં આવ્યા છે. આ અધૂરા કામોના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પરના ખાડા અને ધૂળની ડમરીઓને લીધે વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડી રહી છે. જનતાનો આક્રોશ એ વાત પર છે કે વિકાસના નામે ખોદકામ કર્યા બાદ તેનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું નથી, જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.

Advertisement

વિવાદ વધતા મનપા કમિશનરની સ્થળ મુલાકાત

ભ્રષ્ટાચારના આક્ષેપો અને જનતાના ભારે વિરોધને (Public Protests) ધ્યાનમાં રાખીને જૂનાગઢ મનપા કમિશનર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. પરિસ્થિતિ વણસતા કમિશનર પોતે જવાહર રોડ સ્થિત કાર્યસ્થળ પર દોડી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓની હાજરીમાં તેમણે ચાલી રહેલા કામોની વિગતો મેળવી હતી. સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી, જેમાં કામમાં વિલંબ (Delay) અને ટેન્ડરની શરતો મુજબ કામ ન થતું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

Advertisement

કમિશનરે શું આપ્યું આશ્વાસન?

સમગ્ર મામલે સફાઈ આપતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે ગટર અને પાણીના કામો એકસાથે (Simultaneous Work) શરૂ કરવામાં આવ્યા હોવાથી ટેકનિકલ કારણોસર થોડો વિલંબ થયો છે. તેમણે જનતાને ખાતરી આપી છે કે હવે આ કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે કામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

 આ પણ વાંચોઃ Lakhtar માં ગરમી બની જીવલેણ! દિવ્યાંગ માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, કાળજું કંપી જાય તેવી ઘટના

Tags :
Advertisement

.

×