Junagadh મહાનગરપાલિકા ચૂંટણીમાં નગરવાસીઓ શું કહી રહ્યાં છે? જુઓ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપ ને ટેકો જાહેર કર્યો
- જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ 8 બેઠક બિન હરીફ
- ભાજપ અને કોંગ્રેસ બંને જીત મેળવવા લગાવ્યું એડીચોટીનું જોર
Junagadh: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, આમ તો ભાજપ 8 બેઠક બિન હરીફ થઈ છે અને બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપને ટેકો જાહેર કર્યો છે. સ્થાનિક ચૂંટણી જંગ કેવો માહોલ જાણવા ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે જૂનાગઢના લોકો અને યુવાનો સાથે વાતચીત કરી જૂનાગઢની સમસ્યા અને સુવિધાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગર પાલિકા 15 વોર્ડ આવેલા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને જીત મેળવવા એડી ચોટીનું જોર લાગવી રહ્યાં છે, જૂનાગઢમાં ભાજપ શાસિત મહાનગરપાલિકા હતી. જોકે જૂનાગઢમાં ચોમાસમાં આવેલ પૂર્ણના કારણે મહાનગર પાલિકા ચર્ચામાં આવી હતી. ગેરકાયદે બાંધકામો નદીઓ પર થયેલા જેથી જૂનાગઢના લોકોએ ધરોમાં પાણી ઘુસ્યા હતા અને મહાનગર પાલિકા કામગીરી પર સવાલો પણ ઉત્પન કર્યા હતાં.
જૂનાગઢના લોકો ચૂંટણી પહેલા જણાવી રહ્યાં છે આપવીતી!
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણી જંગ જીતવા ભાજપ કોંગ્રેસ બન્ને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બીજી બાજુ જૂનાગઢના અમુક વિસ્તારોમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવા માટે બોર્ડ પણ લાગ્યા છે. જૂનાગઢ માં રોડ બનાવવા ખોદકામ થાય છે પણ રસ્તા બે બે મહિના સુધી ખોદેલા રહે છે તેવો લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકો અત્યારે અનેક પ્રકારની સમસ્યાઓને કારણે ત્રાસી ગયા છે, જેથી પરિણામ કેવું આવશે તેમાં દરેકની નજર રહેવાના છે.
આ પણ વાંચો: Junagadh : કોંગ્રેસમાંથી આવતા કોઇપણ વ્યક્તિની જરૂર નથી: અરવિંદ લાડાણી
ખરા અર્થમાં જૂનાગઢ માં કઈ-કઈ સમસ્યા છે?
વિદ્યાર્થીઓ સાથે પણ ગુજરાત ફર્સ્ટ વાત કરી હતી, ખરા અર્થમાં જૂનાગઢ માં કઈ-કઈ સમસ્યા છે? વિદ્યાર્થીઓ પણ અનેક સમસ્યા અંગે ચર્ચા કરી હતી. પરંતુ ખાસ તો અત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂરી છે. જૂનાગઢમાં સફાઈ ખૂબ જરૂરી છે, આ સાથે સાથે તંત્ર દ્વારા જ્યારે કોઇપણ રોડ બનાવે ત્યારે પ્લાનિંગ નથી હોતું! રોડ બન્યા બાદ અચાનક 20 દિવસ બાદ કેમ ખોદકામ કરવું પડે છે? શું આના માટે આગોતરું આયોજન કરવું જરૂરી નથી? એટલું જ નહીં પરંતુ જૂનાગઢમાં વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવાની ખુબ જ આવશ્યકતા છે. આવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો: તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી Gujarat Police ની સરકારી વકીલોએ પોલ ખોલી
ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ જીતના દાવા કર્યાં!
આ દરેક પ્રશ્નો વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને જીતના દાવા કરી રહ્યું છે. કોંગ્રેસ ભાજપના ભ્રષ્ટાચાર મુદે વાતો કરી રહી છે, તો સામે ભાજપ વિકાસની વાતો સાથે મેદાને ઉતર્યું છે. હવે જોવાનું એ રહે છે કે, ભાજપ અને કોંગ્રેસના દાવપેચ વચ્ચે કોણ મહાનગરપાલિકાની કમાન સંભાળશે? આ દરેક પ્રશ્નોના જવાબ સમય આવે મળી જ રહેવાના છે.


