કર્મચારીઓ પેન છોડી હડતાલ પર, કામ બંધ આક્રોશ ચાલુ, Junagadh મનપામાં આખરે શું થયું?
- Junagadh મનપાના તમામ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા
- આવારા તત્વોના ગેરવર્તન વિરોધમાં કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ
- બાંધકામ ઓફિસમાં કર્મચારીઓ સાથે મારામારીનો ગંભીર આક્ષેપ
Junagadh: જૂનાગઢ મહાનગરપાલિકા (Municipal Corporation) માં આજે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મનપાના બાંધકામ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ સાથે કેટલાક આવારા તત્વો દ્વારા મારામારી (Physical Assault) કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટનાને પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનો દાવો છે કે કચેરીમાં અવારનવાર માથાભારે તત્વો ઘૂસી આવે છે અને સરકારી કામમાં દખલગીરી કરીને કર્મચારીઓને નિશાન બનાવે છે.જેથી આજે મનપાના કર્મચારીઓ હડતાલ (Strike) પર ઉતરી ગયા છે અને ચીમકી ઉચ્ચારી છે કે સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કામ નહીં કરે.
Junagadh માં મહિલા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલ
જૂનાગઢ મનપામાં માત્ર પુરૂષ કર્મચારીઓ જ નહીં, પરંતુ મહિલા કર્મચારીઓ (Female Employees) સાથે પણ અભદ્ર વર્તન (Indecent Behavior) થતું હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા પણ બાંધકામ શાખામાં ગાળાગાળી અને ગેરવર્તન જેવી ઘટનાઓ બની હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે તમામ કર્મચારીઓએ એકસંપ થઈ હડતાલ (Strike) પર ઉતરવાનો નિર્ણય લીધો છે.
કરશન સોલંકી નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં કરશન સોલંકી (Karshan Solanki) નામની વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. કર્મચારીઓનો આક્ષેપ (Allegation) છે કે આ વ્યક્તિ અવારનવાર ઓફિસમાં આવીને માથાકૂટ કરે છે અને કર્મચારીઓને માનસિક રીતે પરેશાન કરે છે. તેની દાદાગીરીથી કંટાળીને આજે કર્મચારીઓ એકત્રિત થયા હતા અને ન્યાયની માંગ સાથે કામથી અળગા રહ્યા હતા.
પોલીસ ફરિયાદ અને કડક કાર્યવાહીની માંગ
ઘટનાની ગંભીરતાને જોતા મનપાના કર્મચારીઓ મોટી સંખ્યામાં બી ડિવિઝન પોલીસ મથકે (Police Station) પહોંચ્યા હતા. કર્મચારીઓએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે અને માંગ કરી છે કે જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી (Legal Action) કરવામાં ન આવે અને કર્મચારીઓને સુરક્ષાની ખાતરી ન મળે ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે.
સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો
કર્મચારીઓની અચાનક હડતાલને કારણે મનપાના વહીવટી કામકાજ ખોરવાઈ ગયા છે. દૂર-દૂરથી પોતાના કામ માટે આવેલા નાગરિકો (Citizens) ભારે પરેશાન થયા હતા. વિવિધ પ્રમાણપત્રો અને બાંધકામની મંજૂરી જેવી પ્રક્રિયાઓ અટકી પડતા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ Junagadh માં કોંગ્રેસની 'ઘર ફૂટે ઘર જાય' તેવી સ્થિતિ? ટિકિટ મુદ્દે કાર્યકરો વચ્ચે મોટો હોબાળો!


