Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં લોહીયાળ જંગ: સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રનો જીવ લીધો!

Junagadh Crime : જૂનાગઢ (Junagadh) ના કડિયાવાડ (Kadiyavad) વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક મિત્રએ જ પોતાના મિત્ર રશિશ સોલંકી (Rashish Solanki) પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી છે. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને રાજકોટ (Rajkot) ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે હાલ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ તેજ કરી છે.
junagadh માં લોહીયાળ જંગ  સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રનો જીવ લીધો
Advertisement
  • Junagadh ના કડીયાવાડમાં સામાન્ય તકરારમાં યુવાનની હત્યા
  • મૃતકને એક જ ઘા લાગતા હોસ્પિટલમાં ખસેડાયો
  • વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો
  • સારવાર દરમ્યાન થયું મોત
  • મૃતક રશિશ સોલંકી નામના યુવાનની હત્યા
  • પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

Junagadh Murder Case: જૂનાગઢ (Junagadh) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કડિયાવાડ (Kadiyavad) વિસ્તારમાં રહેતા રશિશ સોલંકી (Rashish Solanki) નામના યુવાનની તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રના લોહીનો તરસ્યો બન્યો હોય તેવી આ ઘટનાએ માનવીય સંબંધો પર સવાલ ઉભા કર્યા છે.

Junagadh ના કડિયાવાડમાં બની લોહીયાળ ઘટના

મળતી માહિતી મુજબ, જૂનાગઢના કડિયાવાડ (Kadiyavad) વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૃતક રશિશ સોલંકી (Rashish Solanki) અને તેનો મિત્ર સાથે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવીને આરોપી મિત્રએ ધારદાર હથિયાર વડે રશિશ પર જીવલેણ હુમલો કર્યો હતો.

Advertisement

Advertisement

સારવાર દરમિયાન તોડી નાખ્યા દમ

હુમલાખોર મિત્રએ રશિશને એક જ ઘા માર્યો હતો, પરંતુ તે એટલો ગંભીર હતો કે રશિશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત વધુ નાજુક જણાતા તબીબોએ તેને વધુ સારવાર માટે રાજકોટ (Rajkot) રિફર કર્યો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન રશિશ સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ દ્વારા આરોપીની શોધખોળ તેજ

આ ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસ (Junagadh Police) નો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે મોકલી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવત કે ક્ષણિક આવેશમાં આવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: "મેં મારું કામ કરી નાખ્યું" પત્નીની હત્યા બાદ પિતાએ પુત્રને કર્યો કોલ, જાણો હચમચાવતી ઘટના

Tags :
Advertisement

.

×