શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર ગત 31 મેના રોજ પાણીધ્રા ગામે એક મહિલા સહિત કુલ 5 જેટલા લોકોએ કોઈ અગમ્ય કારણોસર કોઈ કેફી પ્રવાહી (પીણું) પી લીધું હતું. આ કેફી પીણું પીધા બાદ તમામ પાંચેય લોકોની તબિયત લથડી હતી, જેમાંથી ચાર લોકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે જૂનાગઢની અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓમાંથી બે વ્યક્તિઓની તબિયતમાં ઝડપથી સુધારો થતાં તેઓ સ્વસ્થ થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
સારવાર દરમિયાન યુવાને દમ તોડ્યો
બાકી રહેલા બે દર્દીઓ, જેમાં એક યુવાન અને એક આધેડ મહિલા સામેલ હતા, તેઓ જૂનાગઢ ખાતે ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતા. જોકે, તબીબોના ભગીરથ પ્રયાસો છતાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન પાણીધ્રા ગામના કમલેશ કરગઠીયા નામના યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવાર સહિત સમગ્ર ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ તપાસ અને FSLની કાર્યવાહી
આ ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. મૃતક યુવાન કમલેશ કરગઠીયાના મોતના ચોક્કસ કારણો જાણવા માટે તેના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, તેમજ તેના વિસેરાના નમૂના લઈને વધુ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના બની તે સમયે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ત્યાંથી શંકાસ્પદ કેફી પ્રવાહીનો જથ્થો કબજે કર્યો હતો અને તેને એફ.એસ.એલ. (FSL) માં ચકાસણી અર્થે મોકલી આપ્યો હતો. એફએસએલના રિપોર્ટ અને વિસેરા તપાસ બાદ જ આ કેફી પીણામાં કયું ઘાતક તત્વ હતું તે સ્પષ્ટ થશે.
આ પણ વાંચોઃ Junagadh : માળીયાના પાણીધ્રામાં ઝેરી કેમિકલ યુકત પદાર્થનું સેવન કરતા એકનું મોત, 4 લોકોની હાલત ગંભીર થતા સારવાર હેઠળ
આ પણ વાંચોઃ Junagadh News: પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ
આ પણ વાંચોઃ