Mahashivratri Junagadh : હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી ભવનાથ તળેટી
- જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો
- વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ
- મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો
Mahashivratri Junagadh : જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો થયો છે. જેમાં જુના અખાડાના નાગા સાધુઓ મોટી સંખ્યામાં હાજર છે. તેમજ વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ જોવા મળી છે. મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ પર તમને નીહાળવા મળે છે. જેમાં મહાશિવરાત્રિના વિવિધ રંગોમાં જુનાગઢ રંગાયુ છે.
ભવનાથમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મેરામણ ઊમટયું
આજે મહાશિવરાત્રિનું મહાપર્વ અને તેને લઈ ભવનાથમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મેરામણ ઊમટયું છે. ગઇકાલથી જ ગિરનાર ભવનાથ ખાતે ભક્તોનું ઘોડાપુર આવ્યું છે. જેમાં સાધુ સંતો ભક્તો શિવરાત્રિના મેળામાં પહોચ્યા છે. ભવનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં આજનું ખાસ મહત્વને લઈ ભક્તો દેશના વિવિધ રાજ્યમાંથી ભવનાથ પહોંચ્યા છે.
જુનાગઢ ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનું અનેરું મહત્વ
જુનાગઢ ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનું અનેરું મહત્વ જોવા મળ્યું છે. જેમાં સાધુ સંતોના જુના અખડાના સાધુઓનો જમાવડો જોવા મળ્યો છે. સદાવ્રતથી અન્નક્ષેત્રો ભવનાથ ખાતે અવિરત ચાલુ છે. તંત્ર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
ભવનાથ દાદાના દર્શને મહાશિવરાત્રિને લઈ વિવિધ નેતાઓ પધારી રહ્યા છે
જુનાગઢમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં સાધુ-સંતોના દર્શને મંત્રી કુંવરજી બાવળિયા આવ્યા છે. મંત્રી કુંવરજી બાવળિયાએ ભવનાથ દાદાની પૂજા કરી છે. મંત્રી કુંવરજી બાવળિયાએ વેલનાથ બાપુના આશ્રમની મુલાકાત લીધી છે. ભવનાથ દાદાના દર્શને મહાશિવરાત્રિને લઈ વિવિધ નેતાઓ પધારી રહ્યા છે. જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે જેને જોવા કલાકો પહેલા જ ભાવિકો રોડ પર બેસી જશે.
આ પણ વાંચો: Gujarat નું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ