Junagadh : શ્વાન વચ્ચે આવી જતાં બાઈક સવાર બે પૈકી એક યુવકનું મોત
- Junagadh નાં વડાલ પાસે બાઇક સ્લીપ થતાં જેતપુરનાં યુવકનું મોત
- સિંધી સમાજનાં વેલકમ કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ બની હતી દુર્ઘટના
- બે મિત્ર બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે એક શ્વાન વચ્ચે આવી જતાં બાઇક સ્લીપ થયું હતું
- બંને યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી, બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું
જુનાગઢનાં (Junagadh) વડાલ ચોકડી પાસે એક શ્વાન વચ્ચે આવી જતાં બાઇક સ્લીપ થઈ હતી. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર બે પૈકી એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. બંને મિત્ર બાઇક પર સિંધી સમાજનાં વેલકમ કાર્યક્રમમાં હાજરી આપી ઘરે પરત ફરી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Valsad : 3 વર્ષની માસૂમને પીંખી નાખનાર નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા
શ્વાન વચ્ચે આવી જતાં બાઇક સ્લીપ થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરનાં (Jetpur) ચાંદની ચોકમાં રહેતાં નરેશભાઈ માવા (ઉં.વ.39) ગત 22 માર્ચની સાંજે સિંધી સમાજ દ્વારા જુનાગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં મિત્ર સાથે ગયાં હતાં. કાર્યક્રમ પૂરો થતાં મોડી રાતે તેઓ બાઈક પર મિત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે વડાલ પાસે પહોંચતા એક શ્વાન અચાનક વચ્ચે આવી જતાં તેમનું બાઇક સ્લીપ થયું હતું. આ દુર્ઘટનામાં બંને મિત્રો રોડ પર પટકાયા હતાં, જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં (Junagadh Civil Hospital) ખસેડાયા હતાં.
આ પણ વાંચો - Surat : ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા, ટુંકી સારવાર બાદ મોત
નરેશભાઈને વધુ સારવારમાં રાજકોટ (Rajkot) ખસેડવામાં આવ્યા હતા પરંતુ, સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ (Taluka Police Team) દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડયો હતો. પોલીસ તપાસ અનુસાર, મૃતક કાપડની દુકાનમાં નોકરી કરતાં અને ચાર ભાઈ-બહેનમાં નાના હતાં. બનાવથી પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો છે.
અહેવાલ : હરેશ, જેતપુર
આ પણ વાંચો - Vadodara : VMC ની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઊગ્ર બોલાચાલી


