Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : ઓઝત 2 ડેમના દરવાજાનું રિપેરીંગ કામ શરૂ, પોરબંદરના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Junagadh જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓઝત ડેમ છે અને આ ડેમના દરવાજાનુ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વરસાદની સિઝન શરૂ થતી હોવાથી હાલમાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે, જૂનાગઢ જિલ્લાના 38 તેમજ પોરબંદર જિલ્લાના 11 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તો સ્થાનિકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ઓઝત 2 ડેમ વરસાદની સિઝનમાં સંપૂર્ણ ભરાઈ જાય છે.
junagadh   ઓઝત 2 ડેમના દરવાજાનું રિપેરીંગ કામ શરૂ  પોરબંદરના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
Advertisement
  • Junagadh જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓઝત-2
  • પ્રથમ વખત ડેમના દરવાજાની કામગીરી હાથ ધરવામાં આવી
  • કુલ 25 દરવાજાની કામગીરી હાથ ધરાશે
  • જૂનાગઢ જિલ્લાના 38 ગામોને સાવચેત કરાયા
  • પોરબંદર જિલ્લાના 11 ગામોને સાવચેત કરાયા

Junagadh : જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત ડેમ2 (ozat dam 2) માં આજથી પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓઝત ડેમના કુલ 25 દરવાજાની (door) મરામત કરવાની હોવાથી પ્રથમ વખત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કુલ 25 દરવાજામાં રબ્બર સિંલીંગ તેમજ 6 દરવાજા યોગ્ય રીતે ખુલતા ના હોવાથી તેની કામગીરી કરી પાણીનો (water) વ્યય અટકે તે માટે કામગીરી કરાઈ રહી છે. ઓઝત ડેમ 2માં 300 જેટલા ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે અને સિંચાઈ માટે પણ નિયમાનુસાર પાંચ થી છ પાણી આપી દેવામાં આવ્યા છે. ડેમમાંથી ખૂબ ધીમી ગતીએ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની નીચે આવતા જૂનાગઢ જિલ્લાના 36 તેમજ પોરબંદર જિલ્લાના 11 ગામોને (village) સાવચેતી રાખવામાં જણાવવામાં આવ્યું છે.

નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના

તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અંદાજે 318 MCFT જેટલું પાણી અત્યંત ધીમા પ્રવાહે નદીમાં વહેવડાવવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે નદીની કુલ વહન ક્ષમતાના માત્ર 10મા ભાગ જેટલું જ પાણી છોડવાનું આયોજન છે. આ કામગીરીને પગલે જૂનાગઢ જિલ્લાના 38 અને પોરબંદર જિલ્લાના 11 ગામો મળી કુલ 49 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આણંદપુર, શાપુર, વંથલી અને ટીકર વીયર જેવા નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા આદેશ અપાયા છે.

Advertisement

junagadh gujarat first

Advertisement

6 દરવાજાની આંતરિક કામગીરી કરાઈ રહી છે

ડેમની ક્ષમતા પ્રમાણે 10 ટકા પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદર અને જૂનાગઢના ગામડાઓના સ્થાનિકોને નીચાણવાળા વિસ્તારમાં નહી જવા માટે સૂચના આપવામાં આવી છે, તો અધિકારીઓનું વધુમાં કહેવું છે કે, આ મામલે કોઈ પણ પાણીકાપ મૂકવામાં આવ્યો નથી અને પાણી રાબેતા મૂજબ વિતરણ કરવામાં આવ્યું છે, ડેમના દરવાજાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, આગામી સમયમાં વરસાદની સિઝન હોવાના કારણે કામગીરી થઈ શકે તેમ નથી એટલે હાલ ઉનાળાના સમયમાં ડેમના દરવાજાની રિપેરિંગ કામગીરી કરાઈ રહી છે.

આ પણ વાંચો : World Water Day 2026 : નર્મદે સર્વદે: સમૃદ્ધ ગુજરાતનો આધાર

Tags :
Advertisement

.

×