"મને ન્યાય અપાવો..." જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતાં જ Kirti Patel ધ્રુસકે ધ્રુસકે રડી પડી
- Kirti Patel ના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ
- કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા કીર્તિ પટેલ રડવા લાગી
- પોલીસ વાનમાંથી ઉતરતા જ ધ્રુસકે ધ્રુસકે રડતી દેખાઈ
Junagadh Police Kirti Patel Arrested: સોશિયલ મીડિયા (Social Media) પર સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મહાશિવરાત્રિ (Mahashivratri) મેળા દરમિયાન પ્રતિબંધિત મૃગીકુંડ (Mrigi Kund) માં છળકપટથી સ્નાન કરવા અને પોલીસ સાથે ઘર્ષણ કરવાના મામલે જૂનાગઢ પોલીસે (Junagadh Police) તેની રાજસ્થાનના ઉદયપુર (Udaipur) થી ધરપકડ કરી હતી. ધરપકડથી બચવા માટે કીર્તિ ઉદયપુરમાં આશરો લઈ રહી હતી અને ત્યાંથી પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતી હતી. 22 ફેબ્રુઆરીના રોજ તેને ચુસ્ત બંદોબસ્ત સાથે જૂનાગઢ લાવવામાં આવી હતી.
અનેક ગુના બાદ Kirti Patel રડી!
આજે (23 ફેબ્રુઆરી) સાંજના સમયે રિમાન્ડ પૂર્ણ થતાં કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાં (Junagadh Court) રજૂ કરવામાં આવી હતી. જેવી તે પોલીસની બોલેરો (Bolero) ગાડીમાંથી ઉતરી, કે તરત જ તે કેમેરા સામે ચોધાર આંસુએ રડી પડી હતી. રડતાં-રડતાં તેણે મીડિયા (Media) સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, “મીડિયા હાજર રહે અને મને યોગ્ય ન્યાય (Justice) અપાવે. મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે.” જોકે, મહિલા પીઆઇ ગગનિયા (PI Gaganiya) અને અન્ય સ્ટાફે તેને વધુ બોલતી અટકાવીને ખેંચીને કોર્ટમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.
Kirti Patel crying in court Ahmedabad
વિવાદિત કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ
કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા કીર્તિ પટેલ રડવા લાગી
પોલીસ વાનમાંથી ઉતરતા જ ધ્રુસકે ધ્રુસકે રડતી દેખાઈ
કીર્તિને શા માટે રડવું આવ્યું તેને લઈ અનેક સવાલો#KirtiPatel #CourtUpdate #BreakingNews… pic.twitter.com/8F7P6n1Wxy— Gujarat First (@GujaratFirst) February 23, 2026
જૂનાગઢમાં ટૂંકા ગાળામાં કીર્તિ પટેલ સામે ત્રણ અલગ-અલગ ગંભીર ગુનાઓ નોંધાયા છે. જેથી કીર્તી પટેલની તમામ બાજુથી મુશ્કેલીઓ વધી ગઈ છે. કીર્તી પટેલ વારંવાર વિવાદમાં રહે છે. તે સોશિયલ મીડિયામાં કાળો અને લોકોને ધમકાવવા માટે પ્રખ્યાત બનેલી છે. જેથી તે તાજેતરમાં જેલવાસ ભોગવીને આવી હતી. ત્યાર બાદ જૂનાગઢના મૃગી કુંડમાં સાધુ-સંતોની પરંપરાનો છેદ ઉડાડતા તથા પોલીસ સાથે ગેરવર્તન કરતાં વધુ મુશ્કેલીઓમાં મૂકાઈ છે.
ફરજમાં રૂકાવટ: 16 ફેબ્રુઆરીએ મહિલા PI કે.જે. મોડ (PI K.J. Mod) દ્વારા કીર્તિ સામે ધમકી, શાંતિ ભંગ અને સરકારી ફરજમાં અડચણ ઉભી કરવા બદલ પ્રથમ ફરિયાદ (FIR) નોંધાઈ હતી.
ધાર્મિક લાગણી દુભાવવી: 18 ફેબ્રુઆરીએ નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ (Swami Bajrangdas Bapu) ફરિયાદ કરી હતી. આરોપ છે કે કીર્તિએ ભગવા વસ્ત્રો પહેરી નાગા સાધુઓ (Naga Sadhus) સાથે છળકપટથી મૃગીકુંડમાં શાહી સ્નાન (Shahi Snan) કરીને સદીઓ જૂની પરંપરાનો ભંગ કર્યો છે.
આત્મહત્યાના પ્રયાસ માટે દુષ્પ્રેરણ: 21 ફેબ્રુઆરીએ અફજલ સીડા (Afjal Sida) નામના શખ્સે કીર્તિ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતા ત્રીજી ફરિયાદ નોંધાઈ હતી.
Kirti Patel નું બેવાર કરાયું મેડિકલ ચેકઅપ
કોર્ટમાં રજૂ કરતા પહેલા કીર્તિ પટેલનું બે વખત મેડિકલ ચેકઅપ (Medical Checkup) કરવામાં આવ્યું હતું. મૃગીકુંડમાં સ્નાન અને પીએસઆઈ (PSI) સામેના ગેરવર્તણૂક મામલે હાલ કોર્ટમાં જામીન અરજી (Bail Application) પર સુનાવણી ચાલી રહી છે. કીર્તિ સામેની કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચોઃ'અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો' Kirti Patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ!
આ પણ વાંચોઃ Amreli:'રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ' હોસ્પિટલ સામે પરિવારે લગાવ્યા બેદરકારીના આક્ષેપ!


