Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: પોદાર સ્કૂલ ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો, શિક્ષિકાનો પતિ જ માસ્ટરમાઈન્ડ!, ફેક કોલ કેમ કર્યો હતો?

Junagadh માં આવેલી પોદાર સ્કૂલમાં 4 ડિસેમ્બરે શિક્ષિકા પાસે નુકસાનકારક પદાર્થ હોવાનો ફેક કોલ મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળી. આખરે, આ કોલ શિક્ષિકાના પતિ રાજુ જાંગડએ અંગત વેરના કારણે કર્યો હોવાનું બહાર આવ્યું. પોલીસે તેને મુંબઈથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
junagadh  પોદાર સ્કૂલ ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો  શિક્ષિકાનો પતિ જ માસ્ટરમાઈન્ડ   ફેક કોલ કેમ કર્યો હતો
Advertisement
  • Junagadh: પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો
  • નેહા મહેતા નામના શિક્ષિકા પર લગાવ્યો ગંભીર આરોપ
  • વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવો પદાર્થ લઈને આવ્યાનો દાવો
  • ફોન બાદ જૂનાગઢ પોલીસે સ્કૂલમાં હાથ ધરી તપાસ
  • પોલીસે તપાસ કરતા ફોન કરનારની જ ખુલી ગઈ પોલ
  • ફોન કરનાર વ્યક્તિ નેહા મહેતાનો પતિ જ નીકળ્યો
  • લાંબા સમયથી બંને વચ્ચે ચાલતા હતા ઝઘડા
  • નેહા મહેતાના પતિ હેમારામ જાંગડની પોલીસે કરી ધરપકડ

Junagadh: જૂનાગઢના સુખપુર નજીક આવેલી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ (Podar School) માં 4 ડિસેમ્બરના રોજ નેહા મહેતા (Neha Mehta) નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેનાથી વિધાર્થીઓને નુકસાન થઈ શકે છે. તેવો કોલ  જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ (Junagadh Police) માં અજાણી વ્યક્તિએ કર્યો હતો.  જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે હવે તપાસમાં અવું બહાર આવ્યું છે. જેનાથી સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા છે. પ શાળાની જ એક શિક્ષિકાના પતિનું અંગત વેર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં મુંબઈ ખાતેથી ખોટો ફોન કરનાર આરોપી પતિ રાજુ હેમારામ જાંગડ (Raju Hemaram Jangad) ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ભયનો માહોલ વચ્ચે પોલીસની તાત્કાલિક કાર્યવાહી

બનાવની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે પોદાર સ્કૂલ (Podar School) માં ફરજ બજાવતા શિક્ષિકા નેહા મહેતા પાસે કોઈ એવો પદાર્થ છે, જેનાથી વિદ્યાર્થીઓને ગંભીર નુકસાન થઈ શકે છે. આ સંવેદનશીલ માહિતી મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસની તમામ એજન્સીઓ અને અન્ય સુરક્ષા ટુકડીઓ તાત્કાલિક ધોરણે સુખપુર ખાતેની સ્કૂલ પર પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં પોલીસે કોઈ પણ જોખમ લીધા વિના, શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને તત્કાલિક ધોરણે સુરક્ષિત રીતે ખુલ્લા ગ્રાઉન્ડમાં ખસેડી દીધા હતા.

Advertisement

Junagadh પોલીસેને ચેકિંગમાં કંઈ ન મળતાં તપાસની દિશા બદલાઈ

Advertisement

પોલીસે ત્યારબાદ સમગ્ર શાળાના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કલાકોની મહેનત બાદ પણ પોલીસને શાળામાંથી કે શિક્ષિકા નેહા મહેતા પાસેથી કોઈ પણ વાંધાજનક, વિસ્ફોટક કે નુકસાનકારક વસ્તુ મળી આવી ન હતી. આ ચેકિંગના પરિણામે ધમકીનો કોલ ખોટો હોવાની શંકા પ્રબળ બની હતી.

અંગત વેરને લઈ પતિએ રચ્યું તરખટ

ચેકિંગ પૂર્ણ થયા બાદ પોલીસે શિક્ષિકા નેહા મહેતાની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન નેહા મહેતાએ જણાવ્યું હતું કે આ કૃત્ય તેમના પતિ રાજુ હેમારામ જાંગડ (Raju Hemaram Jangad) નું કાવતરું હોઈ શકે છે. શિક્ષિકાએ પોલીસને માહિતી આપી હતી કે લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે અંગત ઝઘડાઓ અને મનદુઃખ ચાલી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રાજુ જાંગડ તેની પત્ની નેહાને હેરાન કરવા માંગતો હતો અને તેના પર દબાણ લાવીને તેને પોતાની સાથે રહેવા માટે મજબૂર કરવા માંગતો હતો. આ અંગત વેરના કારણે જ તેણે આવું ગંભીર અને ખોટું પગલું ભર્યું હતું.

Mumbai થી ધરપકડ આરોપીની ધરપકડ

junagadh_podar school_gujarat_first

તપાસમાં સત્ય સામે આવતા જૂનાગઢ પોલીસે ખોટો ફોન કરનાર રાજુ હેમારામ જાંગડ વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જાણ્યું કે આરોપી રાજુ મુંબઈ (Mumbai) ખાતે છે. જૂનાગઢ પોલીસની એક ટીમે મુંબઈ જઈને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Junagadh : જૂનાગઢ જિલ્લા જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર

Tags :
Advertisement

.

×