Junagadh : ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે પોલીસને મહત્ત્વની કડી મળી, કરશે ચોંકાવનારો ખુલાસો!
- Junagadh માં ગિરનાર પર ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવાનો મામલો
- ગંભીર ઘટનાની પોલીસને મહત્ત્વની કડી મળી!
- થોડીવારમાં પોલીસ સમગ્ર મામલે ચોકાવનારો ખુલાસો કરશે
- થોડા દિવસ પહેલા વહેલી સવારે ગોરક્ષનાથજીની મૂર્તિને ખંડિત કરાઈ હતી
Junagadh : જુનાગઢનાં ગિરનારમાં (Girnar) ગુરુ ગોરક્ષનાથની (Guru Gorakshnath) મૂર્તિ ખંડિત થતાં સાધુ-સંતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. મામલાની ગંભીરતા સમજીને પોલીસે ત્વરિત અને સઘન તપાસ હાથ ધરી છે અને મહત્ત્વની કડી મેળવી છે. થોડીવારમાં પોલીસ સમગ્ર મામલે ચોકાવનારો ખુલાસો કરી શકે છે.
Junagadh માં ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે પોલીસને મહત્ત્વની કડી મળી!
જુનાગઢનાં (Junagadh) ગિરનાર પર્વત પર થોડા દિવસ પહેલા ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ ખંડિત થઈ હોવાની ઘૃણાસ્પદ ઘટના બની હતી. આ બનાવ બાદ સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ઘટનાની ઘોર નિંદા કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ પ્રશાસનને માગ કરી હતી. પોલીસે પણ મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને (Junagadh Police) આ કેસમાં મહત્ત્વની કડી મળી હોવાની માહિતી છે. થોડીવારમાં જ પોલીસે ચોંકાવનારો ખુલાસો કરે એવી માહિતી છે. કોણે અને શા માટે આવું કૃત્ય કર્યું ? તે અંગે પોલીસ મોટો ઘટસ્ફોટ કરશે એવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - AAP મુદ્દા આધારિત રાજનીતિને બદલે ખેડૂતોને ઉશ્કેરી રહી છે : પ્રવક્તા મંત્રી Rushikesh Patel
હરિયાણામાં સંતોની બેઠક, દેશભરમાંથી સાધુ-સંતો રહ્યા હતા હાજર
જણાવી દઈએ કે, અગાઉ આ મામલે હરિયાણામાં (Haryana) નાથ સંપ્રદાયનાં સંતોની બેઠક મળી હતી, જેમાં રાજસ્થાનનાં MLA યોગી બાલકનાથ બાપુ (Yogi Devnath Bapu) સહિત સાધુ-સંતો હાજર રહ્યા હતા અને પ્રતિમા ખંડિત કરવા મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરી હતી. જ્યારે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ (Rajbha Gadhvi) ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને કહ્યું હતું કે, ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય. જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. રાજભા ગઢવીએ વધુમાં કહ્યું કે, અન્ય ધર્મનાં લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ.
આ પણ વાંચો - Botad : હડદડમાં ઘર્ષણ મુદ્દે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન, કહ્યું- શાંતિપ્રિય ગુજરાતમાં..!