Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : મહાશિવરાત્રીનાં મેળાને લઈ તૈયારી તેજ, જાણો આ વખતે શું હશે ખાસ ?

મેળા માટે તંત્રનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની બેઠક યોજાઈ છે.
junagadh   મહાશિવરાત્રીનાં મેળાને લઈ તૈયારી તેજ  જાણો આ વખતે શું હશે ખાસ
Advertisement
  1. Junagadh માં મહાશિવરાત્રીનાં મેળાની તૈયારીઓ શરૂ થઈ
  2. કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ-સંતોની બેઠક
  3. પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પ્રયાસ, બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા ઊભી કરાશે
  4. '1 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રાખવામાં આવશે'

Junagadh : શિવરાત્રિનાં તહેવારને (Mahashivratri Mela 2025) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે જુનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 22 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થવાનો છે. આ માટે તંત્રનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં મેળાની તૈયારીઓ, વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ-સંતોની બેઠક

મહાશિવરાત્રીનાં મેળાની (Mahashivratri Mela 2025) ભવનાથ તળેટીમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય ઉજવણી થવાની છે. તા. 22 થી 26 ફેબ્રુઆરી સુધી યોજનાર મહાશિવરાત્રિનાં મેળાનું સુચારું આયોજન થાય તે માટે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં તંત્રનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. માહિતી અનુસાર, આ બેઠકમાં સાધુ-સંતો દ્વારા અનેક પ્રકારનાં સૂચન કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ભવનાથ વિસ્તાર (Bhavnath Taleti) ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, જેના કારણે પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ હોવાથી સાધુ-સંતો દ્વારા પાણીની ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગ કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે સુરતની મુલાકાતે! વાંચો વિગત

Advertisement

ST બસ, રેલવે સ્ટેશન, આરોગ્ય વિભાગ સાથે સંકલન

ઉપરાંત, વહીવટી તંત્ર દ્વારા તમામ સૂચનોને ધ્યાને લઈ અને અગાઉનાં વર્ષોનાં અનુભવનાં આધારે ST બસ, રેલવે સ્ટેશન, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર સહિતનાં વિભાગ સાથે સંકલન કરીને તમામ પ્રકારની જવાબદારીઓ જે તે વિભાગનાં અધિકારીઓને સોંપી દેવામાં આવી છે, જેમાં ST દ્વારા અલગ-અલગ રૂટ પરથી લોકોને જુનાગઢ (Junagadh) લાવવામાં આવશે. જુનાગઢથી ભવનાથ તળેટી ખાતે બસ મારફત પહોંચાડવામાં આવશે. આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, પાણી પુરવઠા વિભાગ પણ મહાશિવરાત્રિનાં મેળાને લઈ સજ્જ બની ગયા હોવાનો કલેક્ટરે દાવો કર્યો છે.

આ પણ વાંચો - Junagadh : માંગરોળ નપામાં BJP નાં શિરે સત્તાનો તાજ, BSP એ આપ્યો ટેકો

મેળા માટે બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા ઊભી કરાશે!

માહિતી અનુસાર, મહાશિવરાત્રિનાં મેળાને લઈ બેઠકમાં રોડ-રસ્તા સહિતની કામગીરી અને આરોગ્ય સબંધિત વ્યવસ્થા પૂર્ણ કરાઈ હોવાનું જણાવાયું હતું. મેળા માટે બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા પણ ઊભી કરાશે. સાથે જ 1 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રાખવામાં આવશે. સાથે જ તરવૈયાઓ પણ તૈનાત રહેશે. દૂધ અને છાશની અછત ન સર્જાઈ તેની કાળજી રખાશે.

આ પણ વાંચો - Gujarat : પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દીનુ સોલંકીનો મોટો આરોપ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે માંડ્યો મોરચો

Tags :
Advertisement

.

×