Junagadh માં વકીલ સામે દુષ્કર્મની ફરિયાદ, તો વકીલે યુવતી સામે કર્યા હનીટ્રેપના આક્ષેપ
- Junagadh ના વકીલ ભરત ચાવડા સામે દુષ્કર્મની ફરિયાદ
- ભરત ચાવડાએ મદદ કરવાના બહાને દુષ્કર્મ આચર્યાના આક્ષેપ
- યુવતીએ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- યુવતી સામે C ડિવિઝનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાવી
Junagadh: જૂનાગઢમાં વકીલ અને એક યુવતી વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે. બંનેએ સામસામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ જૂનાગઢના વકીલ ભરત ચાવડા (Bharat Chavda) વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ (Rape) આચર્યાની ગંભીર ફરિયાદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે વકીલે તેને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈને શારીરિક શોષણ (Sexual Exploitation) કર્યું હતું. આ ઘટના સામે આવતા જ સ્થાનિક કાયદાકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
યુવતીને અગાઉ 30 હજાર આપ્યા હતા
બીજી તરફ વકીલ ભરત ચાવડાએ પણ યુવતી વિરુદ્ધ મોરચો માંડતા સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ (Honeytrap) ની ફરિયાદ દાખલ કરાવી છે. વકીલના જણાવ્યા મુજબ, યુવતી દ્વારા તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સતત નાણાંની માંગણી કરવામાં આવતી હતી. અગાઉ વકીલે યુવતીને 30 હજાર રૂપિયા આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. વકીલે આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં યુવતીએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી (Threat) આપી હતી.
યુવતી અગાઉ પણ આવી હતી વિવાદમાં
મળતી જાણકારી અનુસાર ફરિયાદ કરનાર યુવતીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. આ યુવતીએ અગાઉ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પર સામૂહિક દુષ્કર્મ (Gangrape) અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જે કેસ સંદર્ભે તે વકીલ ભરત ચાવડાના સંપર્કમાં આવી હતી. એટલું જ નહીં, આ યુવતી વિરુદ્ધ અગાઉ જૂનાગઢ સાયબર પોલીસ અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો સામે આવી છે. આ માહિતી બાદ સમગ્ર કેસ વધુ જટિલ બન્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાલમાં જૂનાગઢ પોલીસે બંને પક્ષોની ફરિયાદ (Cross Complaint) નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. એક બાજુ મહિલાના સન્માન અને શોષણનો મુદ્દો છે, તો બીજી બાજુ વ્યાવસાયિક વ્યક્તિને બ્લેકમેલ (Blackmailing) કરીને ફસાવવાનો ગંભીર આક્ષેપ છે. સત્ય શું છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના: રૂંવાડા ઉભા કરી દેતાં રેર ઓફ ધ રેર દ્રશ્યો કેમેરામાં થયા કેદ
આ પણ વાંચોઃ "સંબંધ રાખ નહીંતર...", Divya Savlani અને તેના મળતિયાઓનો પાઈપ વડે યુવક પર હુમલો!


