Junagadh માં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ Shyam Solanki પકડાયો
- Junagadh માં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર Shyam Solanki ની ધરપકડ
- 27 માર્ચના રોજ સગીરા સાથે બળજબરીપૂર્વક ગુજાર્યું હતું દુષ્કર્મ
- જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી શ્યામ સોલંકી વિરુદ્ધ ફરિયાદ
Junagadh: રાજ્યમાં સતત અપરાધિક ઘટનાઓ વધી રહી છે. ત્યારે જૂનાગઢમાં બનેલી એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. અહીં એક સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર આરોપી શ્યામ સોલંકી (Shyam Solanki ) ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Junagadh: શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ આ ઘટના ગત 27 માર્ચના રોજ બની હતી. જૂનાગઢના ઓઘડ નગર (Oghad Nagar) વિસ્તારમાં રહેતા શ્યામ રમેશભાઈ સોલંકી (Shyam Solanki) નામના યુવકે એક સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ આ કૃત્ય આચરીને માનવતા લજવી હતી.
Junagadh: ધમકી આપીને સગીરાને ડરાવી
આરોપી શ્યામ સોલંકીએ માત્ર દુષ્કર્મ ગુજાર્યું એટલું જ નહીં, પરંતુ આ ઘટના અંગે કોઈને પણ જાણ ન કરવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના કારણે સગીરા ડરી ગઈ હતી અને શરૂઆતમાં આ વાત કોઈને જણાવી ન હતી. પરંતુ અંતે હિંમત એકઠી કરીને સગીરાએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ ધરપકડ
સગીરાની વાત સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક ગઈકાલે સાંજે આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને આરોપી શ્યામ રમેશભાઈ સોલંકીની ધરપકડ કરી લીધી છે.
POCSO Act, ધમકીની કલમો હેઠળ કાર્યવાહી
પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO Act), દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની વિવિધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને ભોગ બનનાર સગીરાને ન્યાય મળે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bharuch: અંકલેશ્વરમાં પિતા-પુત્રીના સંબંધો લજવાયા, સગા બાપે આચર્યું પાપ, આ રીતે ફૂટ્યો ભાંડો!


