Junagadh: જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના શ્રીગણેશ, પ્રથમ દિવસે જ હરાજીમાં ભાવ સાતમા આસમાને
જૂનાગઢ (Junagadh) માર્કેટિંગ યાર્ડમાં વિશ્વવિખ્યાત કેસર કેરીના (Kesar Mango) આગમન સાથે સીઝનના વિધિવત શ્રીગણેશ થયા છે. પ્રથમ દિવસે અંદાજિત ૭૦૦ બોક્સની આવક નોંધાઈ હતી, જેમાં 10 કિલોના ભાવ 1100 થી 1800 રૂપિયા સુધી બોલાયા હતા. કમોસમી વરસાદની (Unseasonal Rain) માઠી અસર છતાં આ વર્ષે કેરીની સીઝન લાંબી ચાલે તેવી શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ભાવ (Prices) ઊંચા રહેવાની સંભાવના વચ્ચે જો વાતાવરણ સાનુકૂળ રહેશે, તો સામાન્ય લોકો પણ કેસરના મધુર સ્વાદનો (Taste) આનંદ માણી શકશે.
Advertisement
- Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના શ્રીગણેશ
- હરાજીમાં ભાવ સાતમા આસમાને!
- કેસર કેરીના રસિયાઓ માટે સારા સમાચાર
- કેસરની સીઝન શરૂ, પણ ભાવ સાંભળીને પરસેવો છૂટશે!
- પ્રથમ દિવસે 700 બોક્સની આવક, ગત વર્ષ કરતા ભાવમાં મોટો ઉછાળો!
Junagadh: જૂનાગઢ (Junagadh) માર્કેટિંગ યાર્ડમાં વિશ્વવિખ્યાત કેસર કેરીના (Kesar Mango) આગમન સાથે જ સીઝનના વિધિવત શ્રીગણેશ થયા છે. આંબાના શોખીનો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ફળોના રાજાનું બજારમાં આગમન થતા જ વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard) પ્રથમ દિવસે અંદાજિત ૭૦૦ બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. કેસર કેરીની આ સિઝનની શરૂઆત ધામધૂમથી કરવામાં આવી છે, જોકે પ્રારંભિક તબક્કે જથ્થો મર્યાદિત હોવાથી બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

